મુંબઈમાં દહીં-હાંડી દુર્ઘટનાઃ બે ગોવિંદાનાં મોત, ૧૯૭ને ઈજા

મુંબઈ: ગઈ કાલે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે નવી મુબંઈના બે વિ્સ્તારમાં દહીં-હાંડી કરતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં બે ગોવિંદાના મોત થયાં હતાં. જ્યારે મુંબઈ શહેરમાં આવી જ વિવિધ ઘટના દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં કુલ ૧૯૭ ગોવિંદાને ઈજા થઈ હતી. જોકે ગઈકાલે વરસાદ વચ્ચે પણ આવી ઉજવણી ભારે હર્ષોલ્લાસભેર કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે બોમ્બે હાઈકોર્ટે દહીં-હાંડીમાં ૧૪ વર્ષથી વધુ વયના કિશોરો પર આવી ઉજવણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવા આદેશ આપ્યો હતો.પરંતુ દહીં હાંડી માટે બનાવવામાં આવતા માનવ પિરામિડની ઉંચાઈ બાબતે કોઈ નવો આદેશ આપવા ઈનકાર કર્યો હતો. અને તેના કારણે જ આવી દુર્ઘટના સર્જાઈ હોવાનો પણ કેટલાંક લોકો આક્ષેપ કરી રહ્યા છે.

આ ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર પાલઘરમાં ૨૧ વર્ષના એક ગોવિંંદાનું મોત થયું છે. મિર્ગીને હાર્ટએટેક આવતાં તેનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઘટનામાં અેરોલીમાં કરંટ લાગતા એક ગોવિંદાનું મોત થયું હતું. પાલઘરમાં ગઈકાલે સાંજે ૬-૨૭ કલાકે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મોતને ભેટનાર ગોવિંદાનું નામ રોહન કિની હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં તે માનવ પિરામિડ પરથી નીચે પટકાતાં તેનંું મોત થયુ હતુ. જોકે તે વખતે મટકીફોડ થઈ ગઈ હતી.

આ ઉપરાંત અેરોલીની દુર્ઘટનામાં જયેશ સાલેંનું મોત થયું હતું. આ ઘટના ગઈ કાલે સાંજે ૬-૩૦ કલાકે થઈ હતી. આ ઉપરાંત મુંબઈ શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલી દુર્ઘટનાના કારણે કુલ ૧૯૭ ગોવિંદાને ઈજા થઈ હતી.દરમિયાન ગઈકાલે વરસાદ વચ્ચે પણ મુંબઈગરાઓએ ભારે ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

જોકે આ વખતની ઉજવણીમાં જીએસટી અને નોટબંધીની અસર સ્પષ્ટપણે જોવા મળી હતી.આ અંગે શહેરના અેક મંડળના સભ્યએ જણાવ્યું હતું કે નોટબંધીના કારણે અનેક મંડળોએ આ વખતે ઈનામની રકમ ઓછી રાખી હતી. આ રીતે આ વખતની ઉજવણીમાં નોટબંધી અને જીએસટીની અસર જોવા મળી હતી.

You might also like