સાબરમતીમાંથી એક જ દિવસમાં 2 યુવતીઓનાં મળ્યા મૃતદેહ

અમદાવાદ : શહેરની સાબરમતી નદીમાંથી જુદાજુદા સમયે ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં બે યુવતીઓ અને એક યુવકનો સમાવેશ થાય છે. શહેરનાં રામ રહીમ ટેકરા પાસે મળી આવેલી લાશ જયા ભરવાની નામની યુવતીનું હોવાનું જાણવા મળ્યું છે. જો કે 19 વર્ષીય જયાનો પરિવાર ખોખરાનાં સ્લમ ક્વાટર્સ ખાતે રહે છે. જો કે જયાએ શા માટે આત્મહત્યા કરી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

વલ્લભસદન પાસેથી મળેલી બીજી લાશ 20 વર્ષીય કુરહાનાબાનું અબ્દુલ અકીલ શેખની છે. તેનાં પરિવાર વટવા દરગાહની પાછળ સુલ્તાનપુરામાં રહે છે. બંન્ને યુવતીઓનાં દેહ વહેલી સવારે મળી આવ્યા છે. તે અગાઉ મોડીરાત્રે ફાયરબ્રિગેડની મોડી રાત્રે ઇન્કમટેક્સ પાસેથી એક યુવકની લાશ બહાર કાઢી હતી. જો કે હજી સુધી યુવકની ઓળખ થઇ શકી નથી.

જો કે બે યુવતીઓની ઓળખ થઇ ચુકી છે પરંતુ તેમણે શા માટે આત્યાંતીક પગલું ભર્યું તે અંગેની હજી સુધી કોઇ જ ભાળ મળી શકી નથી. જ્યારે યુવકની તો ઓળખ વીધી જ થઇ શકી નથી. પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકોની ફાઇલ મંગાવવામાં આવી છે.

You might also like