ડફનાળાથી એરપોર્ટ સર્કલ રોડ પર બે ફૂટ ઓવરબ્રિજ બનાવાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા તાજેતરમાં જગતપુર રેલવે ક્રોસિંગ ખાતે રેલવે ફલાયઓવર બ્રિજના નિર્માણ માટે પીપીપી ધોરણે એક ખાનગી કંપનીને લીલીઝંડી આપ્યા બાદ હવે પીપીપી ધોરણે ફૂટ ઓવરબ્રિજ નિર્માણનાં ચક્ર ગતિમાન કરાયાં છે.

વર્ષ ર૦૧૦-૧૧માં સત્તાવાળાઓએ બીઆરટીએસ રૂટ ઉપર ત્રણ ફ્રૂટ ઓવરબ્રિજ બાંધવાની જાહેરાત કરી હતી, પરંતુ એક પણ ફૂટ ઓવરબ્રિજ બંધાયો નહોતો. તે વખતે તંત્રે કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ પણ કર્યો હતો. હવે વર્ષો પછી અગાઉની બજેટ આધારિત ઠરાવ પરની ધૂળ ખંખેરાઇ રહી છે.

શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ પર બે ફૂટ ઓવરબ્રિજના નિર્માણના જૂના ઠરાવને આધારે તે દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે. જોકે આ બંને ફ્રૂટ ઓવરબ્રિજનું નિર્માણ પીપીપીનાં ધોરણે કરાશે. આ માટે વિવિધ કંપની પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવાયા છે.

તેના આધારે જે તે કંપનીની ડિઝાઇન વગેરેનું સંબંધિત અધિકારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન કરાશે. ત્યાર બાદ ફૂટ ઓવરબ્રિજની ડિઝાઇનને નિશ્ચિત કરીને કંપનીને તેના નિર્માણનો કોન્ટ્રાકટ અપાશે.

કેમ્પ હનુમાન અને એરપોર્ટ સર્કલની આસપાસ ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરાશેે આના કારણે વીવીઆઇપી લોકોનાેે કાફલો એરપોર્ટથી સીધો રિવરફ્રન્ટ પહોંચી શકશે. જોકે શાસકોને સામાન્ય નાગરિકો નહીં, પરંતુ વીવીઆઇપી લોકોની ચિંતા છે તેવો વિવાદ પણ સર્જાયો છે.

You might also like