આ બે નવા ફીચરથી whatsapp બનશે વધુ યૂઝર ફ્રેન્ડલી

નવી દિલ્હી: ઇન્સ્ટેટ મેસેજિંગ એપ whatsapp માં વીડિયો કોલિંગ ફીચર બાદ હવે નવો એખ સિક્યોરિચી બેસ્ડ ફીચર આવ્યું છે. આ ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન છે જેમાં જીમેલ પણ આપવામાં આવ્યું છે. સૂત્રો પ્રમાણે આ નવું વર્ઝન બીટા એપમાં આપવામાં આવ્યું છે અને હાલમાં એને વિન્ડોઝ ફોનમાં દેખાડવામાં આવ્યું છે. એને એક્ટિવેટ કર્યા બાદ યૂઝર્સને 6 ડિજટનો પાસવર્ડ માંગશે જે યૂઝર્સના રજિસ્ટરેડ મોબાઇલ પર મોકલવામાં આવશે.

જો કે આ કેટલાક લોકોને આ મુશ્કેલી ભર્યું લાગી શકે છે, કારણ કે એમના માટે બાર પાસકોડ નાંખવો મુશ્કેલ છે. પરંતુ જે લોકો વધારે સિક્યોરિટી ઇચ્છે છે તેમના માટે આ ફીચર સારું સાબિત થશે. ત્યારબાદ ક્રિમિનલ્સ તમારા સ્માર્ટફઓનનું ક્લોન પણ બનાવી લે તો એ તમારું whatsapp ઉપયોગ કરી શકશે નહીં.

જો કે હાલમાં આ ફીચર બીટા વર્ઝનમાં છે, પરંતુ તમારે પણ જોઇએ તો એને એપીકે મિરરથી ડાઉનલોડ કરી શકો છો અને બીટા ટેસ્ટર માટે રજિસ્ટર કરાવી શકો છો. એવું લાગે છે જેવી રીતે whatsappએ આનું વિકલ્પ બનાવ્યું છે, એટલે કે તમે ઇચ્છો તો ઉપયોગ કરી શકો અથવા નહીં.

એના માટે તમારે whatsapp ના સેટિંગ્સમાં જઇને અકાઉન્ટ પર ક્લિક કરવું પડશે. અહીં તમને યૂ સ્ટે વેરિફિકેશનનું વિકલ્પ જોવા મળશે. અહીં ક્લિક કરીને તમે એને અહીં એક્ટિવેટ કરી શકો છો.

ટૂ સ્ટેપ લેરિફિકેશન ઉપરાંત એન્ડ્રોઇડ માટે આપવામાં આવેલ whatsapp એપના બીટા વર્જનમાં એક નવું ફીચર જોડાયેલું છે. એ હેઠળ હવે ઓડિયો મેસેજને whatsapp ના બેકગ્રાઉન્ડમાં ચલાવી શકો છો.

ટેક વેબસાઇટ એન્ડ્રોઇડ પોલીસની એક રિપોર્ટ પ્રમાણે હવે whatsapp યૂઝર whatsappના ઓડિયો મેસેજ બીજી એપ્લીકેશનનો ઉપયોગ કરતાં પણ ચલાવી શકો છો. હાલના વર્જનમાં whatsapp બંધ થતાની સાથે ઓડિયો પણ બંધ થઇ જાય છે.

જો કે હજુ એ સ્પષ્ટ નથી કે આ બે નવા ફીચર્સ ફાઇનલ વર્જનમાં ક્યારે આવશે.

You might also like