2 દશક બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંન્ને હિંદુ

નવી દિલ્હી : ભાજપ દ્વારા ઉફરાષ્ટ્રપતિ પદ માટે વૈંકેયા નાયડૂનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ બે દશક બાદ બંન્ને પદમાંથી એક પદ પર લઘુમતી સમુદાયનાં વ્યક્તિને બેસાડવાની પરંપરા તુટી છે. ગત્ત 20 વર્ષથી બંન્ને પદ પૈકી એક પદ લઘુમતી સમાજનાં વ્યક્તિને સોંપવામાં આવતું હતું.

દેશમાં છેલ્લી વખત 1997માં હિન્દૂ ચહેરો નજરે ચડ્યો હતો. એવું છેલ્લી વખત 1997માં થયું હતું જ્યારે રાષ્ટ્રપતિ પદ પર કે.આર નારાયણન અને ઉપરાષ્ટ્રપતિ પદ પર કૃષ્ણકાંત વિરાજમાન હતા. ત્યાર બાદ 2002માં રાષ્ટ્રપતિ પદ એપીજે અબ્દુલ કલામ પાસે રહ્યા તો હિન્દુ સમાજનાં ભેરોસિંહ શેખાવત ઉપરાષ્ટ્રપતિ બન્યા.

2007માં પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ બન્યા તો લઘુમતી સમાજ સાથે હામિદ અંસારીને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. 2012માં પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ બન્યા તો લઘુમતી સમાજ સાથે એકવાર ફરીથી હામિદ અંસારીને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. 1997થી પહેલા ઘણી વખત એવું બન્યું જ્યારે બંન્ને પદો પર બહુમતી હિન્દુઓનો કબ્જો હતો. પરંતુ 1997 બાદ આ પરંપરા તુટી હતી.

You might also like