ટી20 વર્લ્ડ કપ : સેમીફાઇનલમાં ભારતની હાર બાદ તિરંગો સળગાવાયો

જમ્મૂ : ટી20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ સેમીફાઇનલ મેચ હાર્યા બાદ કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજ સળગાવવાની ઘટના સામે આવી છે. પોલીસે ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજનાં એક વિદ્યાર્થીની વિરુદ્ધ તિરંગો સળગાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જમ્મુનાં એસએસપી સુનીલ ગુપ્તાએ કહ્યું કે અમને જાણકારી મળી છે કે ટી20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતની હાર બાદ ડેન્ટલ કોલેજનાં એક વિદ્યાર્થીએ કથિત રીતે ત્રિરંગામાં આગ લગાવી હતી.

તેમણે જણાવ્યું કે વિદ્યાર્થી વિરુદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આ મુદ્દે તપાસ ચાલી રહી છે. સંબંધિત વિસ્તારનાં એસએચઓ ડેપ્યુટી એસપી અને એસપીને આ મુદ્દે તપાસ માટેનાં આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ જમ્મુમાં અલગ અલગ વિદ્યાર્થી સંગઠનોએ આ ઘટના વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થી સંગઠન આરોપી વિદ્યાર્થીની વિરુદ્ધ કાર્યવાહી માટેની માંગણી કરી રહ્યા છે.

You might also like