હિન્દુ-મુસ્લિમોઅે બે બાળકની નીતિ અપનાવવી જોઈએઃ ગિરિરાજસિંહ

પટણા: કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે જણાવ્યું છે કે જો ભારતમાં બે બાળકની પોલિસી લાગુ કરવામાં નહિ આવે તો બેટીઓ સલામત નહિ રહે. તેથી હિન્દુ, મુસ્લિમો અને અન્ય ધર્મના લોકોએ બે બાળકની નીતિ અપનાવવી જોઈઅે. તેમના આ નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે.

ચંપારણ્યમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવાદાના સાંસદે વધુમાં જણાવ્યું હતું કે જો બે બાળકની નીતિ લાગુ કરવામાં નહિ આવે તો પાકિસ્તાનની જેમ ભારતમાં પણ બેટીઓને પડદામાં રાખવી પડશે. ભારતમાં ઘટતી જતી બેટીઓની સંખ્યા અંગે તેમણે ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે બિહારમાં સાત જિલ્લા એવા છે કે જ્યાં આપણી વસ્તી ઘટી રહી છે. તેથી હિન્દુઓએ હવે વસ્તી નિયંત્રણના નિયમમાં ફેરફાર કરવો પડશે અને તો જ આપણી બેટીઓ સુર‌િક્ષત રહી શકશે. તેમણે હિન્દુ‌ અને મુસલમાનોને પણ બે પુત્ર હોવા જોઈઅે તે વાત પર ભાર  મૂક્યો હતો.

You might also like