કાલુપુરમાં દુકાનનો કબજો લેવા માટે બે ભાઈ પર હુમલો

અમદાવાદ: શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ રતનપોળની એક દુકાનના વિવાદમાં એક વેપારી પર કેટલાક લોકોએ હુમલો કરતાં મામલો બીચક્યો હતો. દુકાનની મા‌િલકીનો દાવો કરીને બે ભાઇઓએ તેમના સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો.

હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં કાલુપુર પોલીસે બે ભાઇ સહિત કેટલાક લોકો વિરુદ્ધમાં ફ‌િરયાદ કરી છે. રતનપોળમાં આતંક મચાવતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. લુખ્ખાં તત્ત્વો કોઈના ડર વગર હુમલો કરીને નાસી ગયાં હતાં.

રતનપોળમાં જતીન રાણા અને જેકીન રાણાની ચામુંડા ડ્રેસ મટી‌રિયલ નામની કાપડની દુકાન આવેલી છે. આ દુકાન કપડાંનો વેપાર કરતા દેવલ સોદાગર અને તેનાે ભાઇ મેહુલ સોદાગર તેમની મા‌લિકીની હોવાનો છેલ્લા ઘણા સમયથી દાવો કરી રહ્યા છે. દુકાનની મા‌િલકી બાબતે કોર્ટમાં સિવિલ કેસ પણ દાખલ થયો હતો, જેમાં જતીન રાણા અને જેકીન રાણા કેસ જીતી ગયા હતા.

દુકાનમાં jfનોવેશન ચાલતું હતું ત્યારે મેહુલ અને દેવલ બન્ને ભાઇઓ સાથે આવ્યા હતા અને આ દુકાનની મા‌િલકી અમારી છે તેમ કહીને બબાલ ચાલુ કહી હતી. જોતજોતામાં મામલો એ હદે બીચક્યો કે દેવલ અને મેહુલ સાથે આવેલા તેમના મિત્રોએ એકાએક હુમલો શરૂ કરી દીધો હતો. આ ઘટનાથી રતનપોળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. દેવલના મિત્રોએ બન્ને ભાઇઓ પર હ‌િથયાર વડે હુમલો કર્યો હતો, જેમાં જેકીનને માથામાં ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં કાલુપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like