નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે સગા ભાઈનાં મોત થતાં અરેરાટી

અમદાવાદ: વઢવાણ નજીક કોઠારિયા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે બે સગા ભાઈનાં મોત થતાં અા ઘટનાએ અરેરાટી ફેલાવી છે.

અા અંગેની વિગત એવી છે કે વઢવાણ નજીક અાવેલા બાળા ગામની સીમના ખેતરમાં રાજસ્થાનનો એક અાદિવાસી પરિવાર રહેતો હતો અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો હતો. અા પરિવારના બે યુવાનો કોઠારિયા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અસહ્ય ગરમીના કારણે સાંજના સુમારે ન્હાવા પડ્યા હતા. નહાતી વખતે પાણીના જોરદાર પ્રવાહના કારણે અા બંને યુવાનો તણાવા લાગ્યા હતા અને જોતજોતામાં જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અા દૃશ્ય કોઈ રાહદારીએ જોતાં તરત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં અાવી હતી. ફાયરબ્રિગેડના તરવૈયાઓએ તાત્કાલીક પહોંચી જઈ રાતભર કેનાલમાં સઘન શોધખોળ કરી હતી, પરંતુ મૃતદેહ મળી અાવ્યા ન હતા. પોલીસે કેનાલ નજીકથી બંને ભાઈઓના ચંપલ સહિતનો મુદ્દામાલ કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like