વડોદરામાંથી વનવિભાગે 9 અને 4 ફૂટનાં બે મગરો પકડ્યાં

વડોદરાઃ શહેરમાં નદીમાંથી મગર બહાર આવી જવાની વધુ ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે જિલ્લાનાં બે અલગ અલગ સ્થળોએથી મગર પકડાયાં છે. જેમાં જિલ્લાનાં કનકોઈ ગામનાં ખેતરમાંથી 9 ફૂટ લાંબો મગર પકડાયો છે અને મુજમહુડા વિસ્તારમાંથી પણ 4 ફૂટ લાબું મગરનું બચ્ચું પકડાયું છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાંથી તો અનેક વાર મગરો બહાર આવવાની ઘટના સામે આવતી હોય છે. જો કે આ ઘટનાની જાણ થતાં જ GSPCનાં કર્મીઓ, વનવિભાગ દ્વારા આ મગરોને પકડી લેવામાં આવ્યાં. બાદમાં આ બંને જગ્યાએથી પકડાયેલાં મગરનો કબ્જો વન વિભાગને સોંપી દેવાયો.

You might also like