15 ઓગષ્ટે મોટી ઘટનાને અંજામ આપવા આવેલ 2 આતંકીઓની ધરપકડ

ન્યૂ દિલ્હીઃ ગ્રેટર નોઇડાનાં સૂરજપૂરનાં યામાહા તિરાહીથી મંગળવારનાં રોજ સવારનાં 2 બાંગ્લાદેશી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવેલ છે. સ્વતંત્રતા દિવસનાં 20 દિવસ પહેલાં પકડવામાં આવેલ આતંકીઓ એક મોટા પ્લાનનાં ભાગીદાર હોઇ શકે છે.

ધરપકડ કરવામાં આવેલ બંને આતંકીઓ બાંગ્લાદેશનાં આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીનનાં સભ્ય છે. આ લોકોને પકડવા માટે ત્રણ રાજ્યોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સંયુક્ત અભિયાન પણ ચલાવ્યું હતું.

આ ઓપરેશનને બંગાળ એસટીએફ, યૂપી એટીએસ અને સૂરજપૂર પોલીસે સાથે મળીને અંજામ આપ્યો છે. બંનેની ધરપકડ થયેલ આતંકીઓનાં નામ મુશર્રફ હુસૈન અને રૂબેલ અહમદ છે. આ બંને આતંકવાદીઓ કલકત્તાનાં કેસમાં મોસ્ટ વોન્ટેડ હતાં.

You might also like