બે કલાકમાં શ્રીનગરમાં બે હુમલા, ત્રણ પોલીસકર્મીના મૃત્યુ

શ્રીનગર: શ્રીનગરમાં સોમવારે પોલીસદળ ઉફર બે હુમલા થયા, જેમાં ત્રણ પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા છે. પહેલો હુમલો જદીબલ ચોક જ્યારે બીજો હુમલો ટેંગપોરા વિસ્તારમાં થયો છે. આ હુમલામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી જાણકારી અનુસાર શહેરના જૂના વિસ્તાર જદીબલ ચોક ઉપર પોલીસદળ ઉપર હુમલો કર્યા પછી દુમાલાખોરો ઘટના સ્થળેથી ભાગી ગયા. આ બાબતે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હુમલાખોરો આતંકવાદી હોઇ શકે છે. હુમલો થવાથી ઘટના સ્થળ ઉપર ભાગદોડ મચી ગઇ હતી. અત્યાર સુધી બે પોલીસકર્મીઓની આ ફાયરિંગમાં મૃત્યુ પામ્યા છે જો કે બે લોકો ઘાયલ થઇ ગયા છે. ઘાયલોવને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

શ્રીનગરમાં બે કલાકની અંદર જ આ બીજો હુમલો કરવામાં આવ્યો છે. અજ્ઞાત હુમલાખોરોએ ટેંગપોરા સિટી વિસ્તારમાં પોલીસદળ પર હુમલો કર્યો છે, જેમાં એક પોલીસકર્મી મૃત્યુ પામ્યો છે. જે પોલીસકર્મીનું મૃત્યુ થયું તેની રાઇફલ પણ ગૂમ થઇ ગઇ છે.

You might also like