અફઘાનિસ્તાનના કાબૂલ અને બઘલાનમાં આતંકી હુમલો, 92ના મોત-35 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બે આત્મઘાતી હુમલા કરવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. રાજધાની કાબુલમાં હુમલાવરે શિયા લોકોના બહુમતિ વિસ્તારમાં આવેલ વિશ્વવિધાલયમાં પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 48 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 67 લોકો ઘાયલ થયા છે.

આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી હોવાના સુત્રોને જાણકારી પ્રાપ્ત થઇ છે. જ્યારે અફઘાનિસ્તાનના બઘલાનમાં પણ આતંકી હુમલો કરવામાં આવ્યો છે.

અફઘાનના બઘલાનમાં થયેલા આતંકી હુમલામાં 44 જવાનોના મોત થયા અહેવાલ પ્રાપ્ત થા છે. આતંકીઓએ બઘલાનમાં સૈન્ય શિબિર અને બે ચોકી પર હુમલો કર્યો છે. આતંકીઓએ હુમલા બાદ સેનાના વાહનોને આગ ચાંપી દીધી હતી અને હથિયારો લૂંટી ફરાર થઇ ગયા હતા.

You might also like