પિસ્તોલ સાથે બે પરપ્રાંતીય વોન્ટેડ શખસો ઝડપાયા

અમદાવાદ: હથિયારોની હેરાફેરીમાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક વખતથી વોન્ટેડ બે શખસોને ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ સાથે ઝડપી લઈ અા અંગે અાર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  મૂળ મધ્યપ્રદેશના ભીંડ  જિલ્લાના રહેવાસી અને હાલ અમરાઈવાડીના હરિપુરા ખાતે રહેતો બ્રિજેશ સુરેશ કુશવાહા અને વટવામાં નારોલ કોટની પાછળના ભાગે રહેતાે શશીકાંત વિનાયક શર્મા અા બંને શખસો છેલ્લા કેટલાક વખતથી પોલીસે ચોપડે વોન્ટેડ હતા. બંને જણા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસે માની રહી છે. અા બંને શખસો નારોલ સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હોવાની બાતમીના અાધારે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે વોચ ગોઠવી બંને જણાને અાબાદ ઝડપી લીધા હતા. પકડાયેલા શખસની ઝડતી કરતાં તેમની પાસેથી પિસ્તોલ મળી અાવી હતી. પોલીસે બાઈક તેમજ પિસ્તોલ અને મોબાઈલ ફોન કબજે કરી અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like