અઢી વર્ષનો હિસાબ લેતાં પહેલા 60 વર્ષનો હિસાબ આપે રાહુલ: અમિત શાહ

અમેઠી: ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કરતાં કહ્યું છે કે રાહુલ બાબા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે અઢી વર્ષનો હિસાબ માંગતા પહેલા એમણે કોંગ્રેસે છેલ્લા 60 વર્ષનો હિસાબ આપવો જોઇએ.

ભાજપના સ્ટાર પ્રચારક શાહે અમેઠીના રામલીલા મેદાનમાં ભાજપા પ્રત્યાશિયોના પક્ષમાં આયોજિત જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે રાહુલ બાબા તમને એવી ખબર હોવી જોઇએ કે 2017 માં યૂપી વિધાનસભાની ચૂંટણી થઇ રહી છે. વર્ષ 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી થશે ત્યારે મોદી દેશની જનતાને રૂપિયા રૂપિયાનો હિસાબ આપશે. તેમણે સપા અને કોંગ્રેસના ગઠબંધન પર કહ્યું કે આનાથી પ્રદેશનો વિકાસ થઇ શકશે નહીં. તેમણે કહ્યું કે અખિલેશ યાદવે રાહુલ ગાંધી સાથે ગંઠબંધન કરીને એવું સાબિત કર્યું કે એ ચૂંટણી હારી રહ્યા છે. પ્રદેશમાં જો એમનું કામ બોલતું હોત તો ગઠબંધન કરવાની જરૂર પડત જ નહીં. પશ્વિમથી ભાજપના પક્ષમાં ચાલી રહેલી લહેર જેમ જેમ પૂર્વ તરફ આગળ વધી રહી છે એમાં વધારે તીવ્રતા વધતી ગઇ છે.

શાહે કહ્યું કે 10 વર્ષની સંયુક્ત પ્રગતિશીલ ગંઠબંધન સરકારના કાળા કારનામોને દેશની જનતાએ જોયા છે જ્યારે 12 લાખ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હતો. કોંગ્રેસના કરાનામોથી હેરાન થઇને જ જનતાએ કેન્દ્રમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ આપી હતી. ઉત્તર પ્રદેશની જનતા 2 શહજાદોના કારનામોથી હેરાન થઇને પ્રદેશમાં કમળ ઉગાડવા જઇ રહી છે.

You might also like