બે અભિનેત્રી મિત્ર ન હોઈ શકેઃ સની લિયોન

સની લિયોનનો પરિચય આપવાની કોઈ જરૂર હોતી નથી. સનીને એ વાતનો રંજ છે કે તેને આખા ભારત દેશે અપનાવી, પરંતુ માત્ર તેનાં પરિવારજનોએ ન અપનાવી. સનીનું કહેવું છે કે મારાં પરિવારજનોએ મને ક્યારેય ફોન પણ કર્યો નથી, જોકે હવે તેને એ વાતનો કોઇ ફરક પડતો નથી.

સનીનું કહેવું છે કે પતિ ડેનિયલ, ભાઇ અને ડેનિયલનાં માતા-પિતા તેમજ તેના મિત્રો જ હવે તેનો પરિવાર છે. સનીનું કહેવું છે કે આ એ લોકો છે કે જે સારા અને ખરાબ બંને સમયમાં સનીને સાથ આપે છે. સનીએ તેના પિતાનાં વખાણ કરતાં કહ્યું કે મારા પિતાએ હંમેશાં મારી માતાને મદદ કરી. મારા પિતા ઘરના દરેક કામમાં મારી માતાને મદદ કરતા હતા. બંનેનો ઉછેર ભારતમાં થયો છે તેના કારણે બંનેમાં ભારતીય સંસ્કારો હતા.

જોકે સનીનું કહેવું છે કે મારાં સગાંસંબંધીઓ મને પસંદ કરતાં નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીમે ધીમે પોતાની જગ્યા બનાવી રહેલી સની લિયોન અત્યાર સુધી કોઇ પણ અભિનેત્રીઓ સાથે હળતી-ભળતી દેખાતી નથી.  તે કહે છે કે ક્યારેય બે અભિનેત્રી મિત્ર ન હોઇ શકે. તેનું માનવું છે કે વ્યસ્તતાના કારણે અમે દોસ્તી માટે સમય કાઢી શકતાં નથી. સનીને પ્રિયંકા ચોપરા અને આમિર ખાન તરફથી સારી પ્રતિક્રિયા મળી છે. આ મુદ્દે તે કહે છે કે હું ખુશ છું કે બોલિવૂડમાં બધા લોકો અજીબ નથી. •

You might also like