ફિલ્મનો ક્લાઇમેક્સ સીન શૂટ કરતી વખતે પાણીમાં ડૂબવાતી બે એક્ટર્સના મોત

બેંગલૂરુ: કન્નડ ફિલ્મ મસ્તી ગુડીના ક્લાઇમેક્સ સીનના શૂટિંગ દરમિયાન પાણીમાં ડૂબવાથી બે એક્ટરોના મોત થયા છે. શૂટિંગ કર્નાટકની રાજધાની બેંગલૂરુ પાસે તીપાગોંડનહલ્લી લેકમાં થઈ રહ્યું હતું.

ફિલ્મમાં દુનિયા વિજય મુખ્ય ભૂમિકામાં છે અને આ શૂટિંગમાં તે પણ શામેલ છે. જોકે, વિજયને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવતા પાત્ર ઉદય અને અનિલનું મોત થયું હતું.

ફિલ્મનો ક્લાઇમેક્સ સીન શૂટ થઈ રહ્યો હતો. આ સીનમાં હીરો બંને વિલનને લઈને હેલીકોપ્ટરથી પાણીમાં કૂદે છે. શૂટિંગની પૂરી તૈયારી થઈ ચૂકી છે. આશરે 100 ફૂટ ઉપર દુનિયા વિજય હેલીકોપ્ટરથી ઉદય અને અનીલ સહિત પાણીમાં કૂદે છે. કેમેરાએ ત્રણેયને પાણીમાં કૂદતા કેદ કરી લીધા પણ પાણીમાંથી તરતા તરતા માત્ર વિજય બહાર આવ્યો હતો.

પોલીસનો દાવો છે કે ઉદય અને અનિલ પાણીમાં ડૂબી ગયો. દુર્ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. પોલિસનું કહેવું છે કે શૂટિંગ દરમિયાન ફિલ્મ ક્રૂ તરફથી કોઈ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

You might also like