હવે ટ્વિટને નહીં કરી શકો Like, ટ્વિટર કરવા જઇ રહ્યું છે મોટો ફેરફાર

Twitterએ કન્ફોર્મ કરી લીધું છે કે તે દિલનાં આકારવાળા લાઇક બટનને હટાવવાની તૈયારીમાં છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે સીઇઓ જૈક ડોર્સીને ટ્વિટર પર આપવામાં આવેલું લાઇક બટન પસંદ નથી. તમને જણાવી દઇએ કે થોડાંક દિવસો પહેલા જ લાઇક બટનને હટાવવાની વાત કરવામાં આવી હતી. ત્યાં ટ્વિટરનાં આ નિર્ણયને લઇને યૂઝર્સ પણ વધારે ઉદાસ છે. ટ્વિટર યૂઝર્સનું કહેવું એમ છે કે ટ્વિટરથી લાઇક બટન હટી જવાથી માત્ર બે જ બટન રહેશે કે એક રહેશે રિ-ટ્વિટ અને રિપ્લાય.

@TwitterCommsનાં એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે,”અમે છેલ્લાં કેટલાંક મહીનાઓથી નવી સેવાને વિશે વિચારી રહ્યાં છીએ જેથી યૂઝર્સને એક વધારે ઉત્તમ અનુભવ આપવામાં આવી શકે. અમારા આ ફેરફારમાં લાઇક બટન પણ શામેલ છે. જો કે હાલમાં આ શરૂઆતી ચરણમાં છે અને અમારી પાસે લાઇક બટનને હટાવવા માટે કોઇ નક્કી કરેલી તારીખ પણ નથી.”

તમને જણાવી દઇએ કે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે વર્ષ 2015માં લાઇક બટનને સ્ટાર આકારવાળા ફેવરેટ બટનને બદલે લોન્ચ કર્યું હતું. આ ખબર આવ્યા બાદથી ટ્વિટર યૂઝર્સનું કહેવું એમ છે કે લાઇક બટનને આધારે કોઇ ટ્વિટ પર તે પોતાની સહમતિ જાહેર કરતા હતાં અને બીજાને સપોર્ટ કરતા હતાં. ત્યાં ટ્વિટરનાં વાઇસ પ્રેસિડેન્ટ બ્રૈંડન બોરમેને પણ કહ્યું કે, અત્યારમાં લાઇક બટનને તત્કાલ હટાવવામાં નહીં આવી રહ્યું. હજી આને હટાવવામાં ઘણો સમય છે.

You might also like