બંધ થશે ‘Vine’, ટ્વિટરએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હી: ટ્વિટર વેચાવા માટે તૈયાર છે પરંતુ તેનું કોઇ ખરીદદાર મળતું નથી એવી વાત તો દરેક લકો જાણે છે. કંપની સતત ખોટમાં છે અને ધીમે ધીમે પોતાની પ્રોડક્ટસને બંધ કરવાની તૈયારીમાં છે. હાલમાં જ કંપનીએ ભારતથી ડઝન કર્મચારીઓને નિકાળ્યા હતાં.

કંપનીએ જાહેરાત કરી છે કે વો વીડિયો શેરિંગ મોબાઇલ એપ vineને બંધ કરી દેશે. આ ઘણી જાણીતી એપ્લીકેશન છે આ સમાચારને વાંચીને લોકો નિરાશ થશે. નોંધનીય છે કે કેંપની આવા નિર્ણય એટલા માટે લઇ રહી છે કારણ કે ટ્વિટરને પોતાનું ભવિષ્ય ઊંચું નજર આવી રહ્યું છે.

ટ્વિટર અને વાઇન દ્વારા શેર કરેલા એક નિવેદન પ્રમાણે મોબાઇલથી vine એપ્લીકેશન બંધ થયા બાદ પણ એની વેબસાઇટ ચાલતી રહેશે. હંમેશા માટે નહીં પરંતુ થોડાક દિવસો માટે , કારણ કે યૂઝર્સ અહીંથી કોઇ પણ વીડિયો ડાઉનલોડ કરીને સેવ કરી શકે છે.

ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું કે આવતા મહિને એપ્લીકેશન બંધ થઇ જશે, જો કે એમને કોઇ તારીખ બતાવી નથી.

નોંધનીય છે કે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે 2013માં વાઇનની શરૂઆત કરી હતી જેમાં છ સેકન્ડથી નાના વીડિયો શેર કરવામાં આવે છે. ધીમે ધીમે ઘણી જાણીતી પણ બની અને ત્યારબાદ કંપનીએ વીડિયો સ્ટ્રીમિંગ એપ્લીકેશન Periscope લોન્ચ કરી હતી.

You might also like