હવે જાણી શકશો કે કોણ છે Online?, Twitter પર આવી રહ્યું છે નવું ફીચર

ટ્વિટરે ફેસબુકની રાહ પર ચાલતા બે નવા ફીચર લોન્ચ કર્યા છે કે જેમાં ઓનલાઇન સ્ટેટસ અને થ્રિડિંગ પણ શામેલ છે. બીજા શબ્દોમાં જો વાત કરીએ તો હવે આપ જાણી શકશો કે આપનો કયો ફોલોઅર ઓનલાઇન છે. આ સાથે જ થ્રિડિંગ ફીચરની મદદથી આપ કોઇ કોમેન્ટ અથવા તો કોઇ પોસ્ટ પર આવી રહેલ તમામ કોમેન્ટ્સને પણ ફોલો કરી શકશો.

આની જાણકારી આપતા ટ્વિટરનાં સીઇઓ જૈક ડૉર્સીએ ટ્વિટ કરીને આપી છે. તેઓએ પોતાનાં ટ્વિટમાં જણાવ્યું કે,”અમે આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મને હજી વધુ રોટક બનાવવા માટે બે ફીચર લાવી રહ્યાં છીએ કે જેમાં રિપ્લાઇ થ્રિડિંગ અને પ્રીસેંસ શામેલ છે.”

આ બંને ફીચર ફેસબુકની જેમ જ છે. જેમ ફેસબુક પર આપ જાણી શકો છો કે આપનો કયો ફ્રેન્ડ ઓનલાઇન છે. ઠીક તેમજ હવે આપ ટ્વિટર પર પણ માલૂમ કરી શકશો. આ સિવાય ફેસબુક પર જેમ કોમેન્ટ્સનાં ઢગલા થઇ જાય છે. તેમજ હવે ટ્વિટર પર પણ થશે. ટ્વિટર પર કેટલીક કોમેન્ટ્સ તો રંગીન પણ હશે.

નવા ફીચરને લઇને ટ્વિટરનાં પ્રોડક્ટ હેડ સારા હૈદરે પણ ટ્વિટ કરીને લોકો પાસે ફીડબેક માંગ્યો છે. ત્યાં બીજી બાજુ ડૉર્સીએ પણ સારાનાં ટ્વિટને પણ રિ-ટ્વિટ કરેલ છે. સારાએ જણાવ્યું કે ટ્વિટર પર લોકોએ ખાસ અનુભવ આપવા માટે ટૂંક સમયમાં જ કંઇક અન્ય ફીચર પણ લોન્ચ કરવામાં આવશે. જો કે એ હજી સ્પષ્ટ નથી થઇ શક્યું કે યૂઝર્સ પાસે આનો વિકલ્પ હશે કે નહીં કે તેઓ પોતાનાં ઓનલાઇન સ્ટેટસને બંધ કરી શકશે.

You might also like