ટ્વિટરએ સસ્પેન્ડ કર્યું પોતાના CEOનું અકાઉન્ટ

ટ્વિટરના સીઇઓ અને કોફાઉન્ડર જેક ડોસીનું ટ્વિટર અકાઉન્ટ મંગળવારે થોડાક સમય માટે સસ્પેન્ડ કરી દીધું હતું. બાદમાં તેમણે જણાવ્યું કે આ કોઇ આંતરિક ભૂલના કારણે થયું છે.

ડોર્સીએ ટ્વિટ કર્યું છે, ‘મારું ટ્વિટર ફરીથી સેટઅપ કરી રહ્યો છું. અકાઉન્ટર આંતરિક ભૂલના કારણે સસ્પેન્ડ થયું હતું.’


15 મિનીટ સુધી ડોર્સીનું અકાઉન્ટ એક્સેસ થઇ શક્યું નહતું. એ દરમિયાન એમનું અકાઉન્ટ ખોલવા પર મેસેજ આવતા હતા, એમાં લખ્યું હતું કે અકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

કોઇ પણ અકાઉન્ટને માત્ર ટ્વિટર જ સસ્પેન્ડ કરી શકે છે. યૂઝર્સ ફક્ત એને ડિએક્ટીવેટ જ કરી શકે છે. આ મુદા પર AFPના પ્રશ્નોનો કંપનીએ જવાબ આપ્યો નહીં.

You might also like