ટ્વિટરે અાતંકવાદનો પ્રચાર કરતાં સાડા ત્રણ લાખ એકાઉન્ટ બંધ કર્યાં

નવી દિલ્હી: માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે છેલ્લા છ મહિનામાં અાતંકવાદનો પ્રચાર કરનારા ૨,૩૫,૦૦૦ એકાઉન્ટ બંધ કર્યાં છે. અા રીતે ટ્વિટરે ૨૦૧૫થી લઈને અત્યાર સુધી ૩,૬૦,૦૦૦ એકાઉન્ટને અાતંકવાદી સામગ્રીને પ્રમોટ કરવા સસ્પેન્ડ કરી દીધાં છે. ટ્વિટર એ કોશિશમાં લાગેલું છે કે અાતંકવાદી સંગઠન હિંસક સંદેશાઅો ફેલાવવા માટે તેના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે. ફેબ્રુઅારી મહિનામાં ટ્વિટરે જાણકારી અાપી હતી કે ૨૦૧૫ના મધ્યથી લઈને તેણે ૧,૨૫,૦૦૦ એકાઉન્ટને હિંસક ધમકીઅો અને અાતંકવાદના પ્રમોશન સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લઘન કરવા પર બંધ કરી દીધાં છે.

ટ્વિટરે ‘An update on over efforts to combat violent extremism’ શીર્ષકવાળી બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે અમે અાતંકવાદી ઘટનાઅોની નિંદા કરીઅે છીઅે. અમારા પ્લેટફોર્મનો કોઈપણ વ્યક્તિ હિંસા કે અાતંકવાદના પ્રમોશન માટે ઉપયોગ ન કરી શકે તે માટે અમે પ્રતિબદ્ધ છીઅે.

ટ્વિટરે જણાવ્યું કે અમે હવે અાતંકવાદી કન્ટેન્ટને ખૂબ જ ઝડપથી અોળખી જઈઅે છીઅે અને તેમાં સામેલ એકાઉન્ટ્સને બંધ કરી રહ્યા છીઅે. અમે અા પ્રકારનાં પગલાં પણ ભર્યાં છે કે સસ્પેન્ડ કરાયેલા એકાઉન્ટને ચલાવનાર સરળતાથી ટ્વિટર પર પરત ન ફરે.

You might also like