ટ્વિટર પર કેરેક્ટર લિમિટ ડબલ થશે, ટેસ્ટિંગ શરૂ

નવી દિલ્હી: ટ્વિટર પર તમારા મનની વાત હવે તમે વિસ્તારપૂર્વક લખી શકશો. ટ્વિટરે પોસ્ટ માટે કેરેક્ટરની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. આ માટે ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવાયું છે. આ કેરેક્ટર લિમિટ પહેલાં કરતાં ૧૪૦ના બદલે ૨૮૦ થશે. ટ્વિટરે ટ્વિટ કર્યું છે કે શું તમારા ટ્વિટ ૧૪૦ કેરેક્ટરમાં ટ્વિટ થતા નથી. અમે નાના ગ્રૂપની સાથે કંઈક નવું કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને કેરેક્ટર લિમિટ ૨૮૦ કરી રહ્યા છીએ.

ટ્વિટરે એક બ્લોગ પણ પોસ્ટ કર્યો છે, જેમાં કેરેક્ટર લિમિટ વધારવાનું કારણ કેટલાંક ઉદાહરણો દ્વારા જણાવાયું છે. બ્લોગમાં કહેવાયું છે કે જાપાની કોરિયાઈ અને ચાઈનીઝ ભાષાઓમાં એક કેરેક્ટરમાં ડબલ જાણકારી આપી શકાય છે, પરંતુ અંગ્રેજી જેવી અન્ય ભાષાઓમાં તે શક્ય નથી.

તેમાં એક ડાયાગ્રામમાં જણાવાયું છે કે જાપાની ભાષામાં મોટા ભાગના ટ્વિટ ૧૫ કેરેક્ટરમાં હોય છે, જ્યારે અંગ્રેજીમાં ૩૪ કેરેક્ટરમાં અંગ્રેજી ટ્વિટ કરનારા લોકોમાં તેને લઈને ખૂબ જ નિરાશા છે.

બ્લોગમાં જણાવ્યા મુજબ અમે ઈચ્છીએ છીએ કે દુનિયાભરમાં દરેક વ્યક્તિ ખુદને ટ્વિટર પર સરળતાથી અભિવ્યક્ત કરી શકે તેવું અમે કંઈક નવું કરી રહ્યા છીએ. અમે તેની લિમિટ વધારીને ૨૮૦ કરી છે, જોકે હાલમાં આ સુવિધા થોડાંક જ ગ્રૂપમાં ઉપલબ્ધ છે. અમારે આ સુવિધા દરેક વ્યક્તિ માટે લોન્ચ કરતાં પહેલાં નાનકડા ગ્રૂપમાં શરૂ કરવી પડશે. અમે ડેટા એકઠો કરીશું અને લોકોના ફીડબેક લઈશું.

You might also like