મારા ટવિટરથી વિવાદ કેમ?

અમદાવાદ: હાર્દિક પટેલ અને તે પહેલા ભાજપ પ્રત્યે કેટલાક લોકો સમર્પિત એવા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અાઈ. કે. જાડેજાના ટવિટથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. જેના પગલે અાઈ.કે. જાડેજાઅે અાજે ફરી ટવિટ કર્યું છે. ‘મારા ટવિટથી વિવાદ કેમ? કોને? અા મુદ્દાઅો અમે બધા જાહેર ભાષણમાં કહીઅે જ છીઅે.’

અાઈ.કે. જાડેજાઅે અા ટવિટ કરીને તેમના અગાઉની ટવિટથી સર્જાયેલા અા ટ્વિટથી પડદો પડશે કે તેના પર પણ ચર્ચા ચાલશે તે જોવાનું રહે છે.

ગઈકાલે અાઈ. કે. જાડેજાઅે ટવિટ કર્યું હતું કે “હાર્દિક પટેલ કોના? કોંગ્રેસ, અાપ, નીતીશ કે …..”, અાઈ. કે. જાડેજાએ અા ટવિટ કરીને મોઘમમાં એવો ઈશારો કર્યો છે કે હાર્દિક પટેલ જો કોંગ્રેસ, અાપ કે ની‍તીશના ન હોય તો ભાજપના કયા નેતાના છે?

તેના અાગલા દિવસે જાડેજાએ ટવિટ કર્યું હતું કે ” જે લોકો પાર્ટીને સમ‌િર્પ‍ત નથી તેનાથી પાર્ટીને કેટલો લાભ?” એવું ટવિટ કરીને ભાજપમાં ચાલી રહેલી અાંતરિક ખેંચતાણ તરફ ઈશારો કર્યો હોવાનું રાજકીય અાલમમાં ચર્ચાઈ રહ્યું હતું, જેના કારણે ભાજપમાં હલચલ મચી ગઈ હતી. જોકે સાંજના ૭-૦૮ કલાકે ફરી ટવિટ કરીને ખુલાસો કર્યો હતો કે “કાર્યકર્તા પાર્ટીને સમર્પિત બને તો જ તેનો લાભ થાય છે, તે મારા ટવિટનો હેતુ છે”.

You might also like