લગભગ 40 મિનિટ સુધી ડાઉન રહ્યા બાદ શરૂ થયું ટવિટર

માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટવિટર આજે સવારે એકાએક કામ કરતું બંધ થઇ ગયું હતું. ટેકનિકલ ખામીના કારણે ટવિટર બંધ થઇ ગયું હતું. આજરોજ સવારે આઠ વાગ્યાની આસપાસ ટવિટર બંધ થઇ ગયું હતું. અંદાજે લગભગ સવારે 9 કલાકે ફરી શરૂ થયું હતું. ટેકનીકલ ખામીના કારણે ટવિટરમાં લોગ ઇન થતું નહોતું અને તેનું પેઇજ પણ ખુલતું નહોતું. ટવિટર પર લોગ ઇન કરાતાં પેઇજ પર ટેકનીકલની રીતે ખોટું છે તેમ લખાઇને આવતું હતું.

જો કે આ સમસ્યાને કંપનીએ તરત જ ધ્યાને લીધી હતી, અને ટેકનીકલ ખામીને દૂર કરી ફરી ટવિટર શરૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઘણી વખત ટવિટર બંધ થઇ ગયેલ છે. હાલ, સોશિયલ મિડીયાથી ઓનલાઇન લોકો માટે ટવિટર બંધ થઇ જતા ભારે ઉહાપોહ મચી ગયો હતો.

You might also like