ટવિટર સિગારેટનું વ્યસન છોડાવશે

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટરે ટ્વીટ ટુ ક્વીટ નામનો અનોખો પ્રોગ્રામ તૈયાર કર્યો છે. સંશોધકોનો દાવો છે કે સિગારેટનું વ્યસન છોડવાના પરંપરાગત ઉપાયો કરતાં અા પ્રોગ્રામ ડબલ અસરકારક છે. અા પ્રોગ્રામ સિગારેટ છોડવા ઈચ્છતા લોકોનું ટ્વીટર પર એક વર્ચ્યુઅલ સેલ્ફ હેલ્પ ગ્રુપ ઊભું કરે છે. અા ઓનલાઈન સપોર્ટ ગ્રુપ ક્લિનિકલ ગાઈડલાઈન અાધારિત સંદેશાઓ એક-બીજાને મોકલતા રહે છે. અા પ્રોગ્રામમાં તમને એવા સવાલો પણ પુછાય છે કે તમને સિગારેટ પીવાની તલબ લાગે ત્યારે તમે શું કરશો. અા પ્રોગ્રામની સફળતા બાદ સંશોધકો વેઈટ કન્ટ્રોલ અને હેલ્થ પ્રમોશન જેવા પ્રોગ્રામ ડેવલોપ કરવાનું વિચારી રહી છે.

You might also like