વેચાઈ શકે છે ટ્વિટરઃ ખરીદવાની રેસમાં હવે ગૂગલ પણ સામેલ થયું

નવી દિલ્હી: માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર ખૂબ જ જલદી વેચાઈ જાય તેવી ચર્ચાઅો ચાલી રહી છે. સૂત્રોઅે જણાવ્યું કે ટેક્નોલોજી સેક્ટરની કંપનીઅોઅે ટ્વિટરને ખરીદવામાં રસ દાખવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ટ્વિટરે ઘણી કંપનીઅો સાથે વેચાણ અંગેની વાતચીત શરૂ કરી દીધી છે. ટ્વિટર ૨૦૧૩માં લોકોની વચ્ચે અાવ્યું હતું. વર્તમાનમાં સોશિયલ મીડિયા કંપનીનો પ્રોફિટ ઘટી ગયો છે.

ફેસબુકના ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા અન્ય સોશિયલ મીડિયાનો વિસ્તાર થઈ રહ્યો છે અને તમામ લોકો લાભ મેળવવા માટે નવી રીતો વિકસાવવામાં લાગ્યા છે. અાવા સંજોગોમાં ટ્વિટર માટે વેચાણ સમજૂતી ડેટા અને મલ્ટી મીડિયાના મોરચા પર પરીક્ષા સાબિત થશે.

રિપોર્ટ મુજબ જે કંપનીઅોઅે ટ્વિટરને ખરીદવામાં રસ દાખવ્યો છે તેમાં ગૂગલ અને સેલ્સફોર્સ ડોટ કોમ સામેલ છે. ગૂગલ દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જિન કંપની છે. જ્યારે સેલ્સફોર્સ અમેરિકાની મોટી ક્લાઉડ કોમ્પ્યૂટિંગ ફર્મ છે. ટ્વિટરના વેચાણના સમાચાર બજારમાં અાવતાં તેના શેરમાં ૧૫ ટકાનો ઉછાળો અાવ્યો છે. સૂત્રોઅે જણાવ્યું કે ટ્વિટરના બોર્ડ અોફ ડિરેક્ટર વેચાણ સંબંધિત ડીલને લઈને ઉત્સાહી છે, પરંતુ સમગ્ર પ્રક્રિયા પૂરી થતાં હજુ સમય લાગશે.

You might also like