ટ્વિટર પર અદાણીને ગાળો ભાંડનાર સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની અને તેમની કંપની વિરુદ્ધમાં ટ્વિટર અને ફેસબુક પર અપશબ્દો લખવા બદલ વેજલપુરના શખસ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ છે.

નવરંગપુરા વિસ્તારમાં મીઠાખળી છ રસ્તા પાસે આવેલા અદાણી હાઉસમાં મેનેજર તરીકે નોકરી કરતા સંજયભાઇ શાહે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે વેજલપુરનાં મકરબા રોડ પર આવેલા શ્રીનંદનગર-પમાં રહેતા બાબુભાઇ વાઘેલાએ ૧ માર્ચ ર૦૧૭થી ૩૧-માર્ચ ર૦૧૭ દરમિયાન અદાણી ગ્રૂપના ચેરમેન વિરુદ્ધ Bloody Corrupt crook, @gautam_adani ગંદા ધંધા બંધ કર તેમ કહી ગાળો ભાંડતા ટિવટ કર્યા હતા તેમજ આ લખાણ ફેસબુક પર અપલોડ કર્યા હતા.

અદાણી ગ્રૂપને અને ચેરમેન ગૌતમ અદાણીને બદનામ કરવા માટે બાબુભાઇ વાઘેલા દ્વારા ટ્વિટર, ફેસબુક અને ઇ મેલ આઇડીથી ગાળો ભાંડતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like