અભિજીત ભટ્ટાચાર્યનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું

નવી દિલ્હી : પોતાનાં વિવાદિત નિવેદનો મુદ્દે સમાચારોમાં રહેનારા પ્રખ્યાત પ્લેબેંક સિંગર અભિજીત ભટ્ટાચાર્ય પોતાનાં ટ્વીટર મુદ્દે ફરીએકવાર વિવાદમાં છે. તેમનું ટ્વિટર એકાઉન્ટ મંગળવારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. અભિજીતે જેએનયુ વિદ્યાર્થી નેતા સંઘનાં નેતા શેહલા રશિદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. અગાઉ આ સિંગરે પ્રખ્યાત લેખિતા અરૂંધતિ રોયનાં મુદ્દે વિવાદાસ્પત ટ્વીટ કર્યું હતું.

આ ટ્વીટમાં અભિજીત અને સાંસદ પરેશ રાવલનાં તે વિવાદાસ્પદ નિવેદનનું સમ્થન કર્યું હતુ જેમાં પરેશ રાવલે કહ્યું હતું કે અરૂંધતી રોયને કાશ્મીરમાં સેના દ્વારા જીપમાં બાંધીને ફેરવ્યો હતો. અભિજીતે પરેશનાં ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું હતું કે અરૂંધતીને ગોળી મારી દેવી જોઇએ. મંગળવારે શેહલા રાશિદે ભાજપ નેતાઓનાં સેક્સ રેકેટ ચલાવવાનાં આરોપ વાળા ટ્વીટનો જવાબ આપતા તેમણે શેહલાનાં ચરિત્રનાં મુદ્દે વિવાદાસ્પદ ટ્વીટ કર્યા.

આ મુદ્દે ટ્વીટર યુઝર્સે પણ અભિજીતની આ હરકતનાં મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા યુઝર્સે અભિજીતનાં એકાઉન્ટને બંધ કરવાની માંગ કરતા ટ્વીટર પર તેના એકાઉન્ટને રિપોર્ટ પણ કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યાર બાદ જ ટ્વીટરે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધઉં હતું.

You might also like