નસીરે રાજેશ ખન્નાને ગણાવ્યા ખરાબ એક્ટર : ટ્વિંકલ અને કરણ મેદાને

મુંબઇ : નસરુદ્દીન શાહે રાજેશ ખન્ના અંગે કરેલી ટીપ્પણી અને ત્યાર બાદ ખન્નાની પુત્રી ટ્વિંકલે આપેલા વળતા જવાબથી સમગ્ર મુદ્દો વિવાદિત બન્યો છે. નસરુદ્દીન શાહે રાજેન ખન્નાને ખરાબ અભિનેતા ગણાવ્યા હતા. જેનાં જવાબમાં ટ્વિંકલ ખન્નાએ નસરુદ્દીનને કહ્યું કે તમે જીવતા માણસની ઇજ્જતતો નથી રાખતા પરંતુ જે આ દુનિયા છોડી ચુક્યું છે તેની ઇજ્જત કરતા તો શીખો.

અત્રે ઉલ્લેખનીય છે કે 18 જુલાઇનાં રોજ રાજેશ ખન્નાની પુ્ણ્યતીથી હતી. તેઓએ 2012માં મુંબઇ ખાતે જ તેમનાં અંતિમ શ્વાસ લીધા હતા. જો કે હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં નસીરુદ્દીને કહ્યું કે બોલિવુડમાં કાંઇ બદલાયું નથી. ફોટોગ્રાફી અને એડિટિંગને બાદ કરતા તે 70નાં દાયકા જેવું જ છે. 70નાં સમયથી સ્ક્રિપ્ટ, એક્ટિંગ, મ્યૂઝીક અને ગીતો બગડવા લાગ્યા હતા. તે સમયે રંગીન ફિલ્મોની શરૂઆત થઇ ચુકી હતી. હીરોઇનને પર્પલ ડ્રેસ અને હિરોને લાલ શર્ટ પહેરાવીને આખી ફિલ્મ બનાવી નાખવામાં આવતી હતી. કોઇ સ્ટોરી વિચારવામાં આવતી નહોતી તેમ છતા પણ ફિલ્મ હીટ જતી હતી.

મને લાગે છે કે રાજેશ ખન્નાએ કાંઇક કરવું જોઇતું હતું.તેમને તે સમયનાં મોટા અભિનેતા ગણવામાં આવતા હતા. શાહે કહ્યું કે 70નાં દાયકામાં જ સરેરાશ ફિલ્મો બનવા લાગી હતી. જો કે રાજેશ ખન્ના એક સરેરાશ એક્ટર હતા. તે એક લિમિટેડ અભિનય કરતા હતા. હું તો કહીશ કે તે ખરાબ એક્ટર હતા.

શાહનાં નિવેદન બાદ ટ્વિંકલે ટ્વિટ કર્યું હતું. જેને કરણ જોહરે સમર્થ આપ્યું હતું. કરણે કહ્યું કે હું તારી સાથે સંમત છું ટ્વિંકલ. નસીરની સિનિયોરિટીનો આદર કરુ છું પરંતુ ઇન્ડસ્ટ્રીનો મેંબર અંગે આવી ટીપ્પણી યોગ્ય નથી.

You might also like