ટ્વિન્કલ ખન્નાએ યોગી આદિત્યનાથને આપી ‘અજીબ’ સલાહ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઇને શિરીષ કુંદરનો મામલો હજી શાંત થયો નથી ત્યાં ટ્વિન્કલ ખન્નાએ વિવાદ ઉભો કર્યો છે. પોતાના નિવેદનના કારણે વારંવાર ચર્ચામાં રહેતી અભિનેત્રી ટ્વિકન્લ ખન્નાએ યોગી આદિત્યનાથને ગેસ છોડવામાં મદદ કરનાર યોગ આસન કરવાની સલાહ આપી છે. એક ટીવી પોગ્રામમાં બોલતા ટ્વિન્કલ ખન્નાએ ટિપ્પણી યોગી આદિત્યનાથના મહિલાઓને લઇને આપેલા વિવાદીત નિવેદનના સંદર્ભમાં હતી. ટ્વિન્કલ ખન્નાએ જણાવ્યું હતું કે યોગીએ આસન કરવું જોઇએ જેના કારણે ગેસ છોડવામાં આસાની થાય. જે સિસ્ટમ માટે ઘણી ફાયદાકારક રહેશે. એટલું જ નહીં ટ્વિન્કલ ખન્નાએ યોગી આદિત્યનાથની ફેશન પર કોમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે યોગી ફેશન બદલી રહ્યાં છે. મે એશિયન પેઇન્ટને ટ્વિટ પણ કર્યું હતું કે તેમણે નવો રંગ લાવવાની જરૂરિયાત છે, જેની ટેગલાઇન હશે – ઓરેન્જ ઇઝ ધ ન્યૂ બ્રાઉન.

http://sambhaavnews.com/

You might also like