અહો આશ્ચર્યમ્ઃ અલગ અલગ પિતાથી જન્મેલાં જોડિયાં બાળક

નવી દિલ્હી: વિયેતનામમાં અલગ અલગ પિતાથી મહિલાને જોડિયાં બાળક થયાંનો અનોખો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં અેક મહિલાઅે અેવાં જોડિયાં બાળકને જન્મ આપ્યો છે કે આ બાળકો કેટલીક બાબતોમાં અેક બીજાં કરતાં અલગ જોવા મળે છે. આ અંગે મહિલાના પરિવારજનોઅે માતા અને પિતાનો ડીઅેનઅે ટેસ્ટ કરવા જણાવતાં ડોકટરોઅે તપાસ બાદ જણાવ્યું કે આ મહિલાઅે ઓવ્યુલેશન પિરિયડ દરમિયાન બે પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવતા બંને પુરુષના શુક્રાણુ મહિલાના ગર્ભાશયમાં જીવિત રહી જતાં તેને જોડિયાં બાળક થયાં છે.

આ કિસ્સામાં જન્મેલાં જોડિયાં બાળકમાંથી એક બાળક તે મહિલાના પરિવારના લોકોની જેવો અને તેના પિતા જેવું જોવા મળે છે. જ્યારે બીજો બાળક આ પરિવાર કરતા અલગ જોવા મળે છે.બાળકો બે વર્ષનાં થયા બાદ પરિવારજનોએ શંકામાં આવી મહિલા અને તેના પતિનો ડીએનઅે ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું. બાદમાં આ બંનેનો જિનેટિક ટેકનોલોજી અેનાલિસીસ લેબમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ડોકટરોઅે તપાસ બાદ જણાવ્યું કે મહિલાઅે ઓવ્યુલેશન પિરિયડ દરમિયાન બે પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના કારણે આ બંને પુરુષના શુક્રાણુ મહિલાના ગર્ભાશયમાં જીવિત રહી જતા અને તે સાથે વધતાં તેને જોડિયાં બાળક થયાં હતાં.

ડોકટરોઅે જણાવ્યું કે આ પ્રકારની મેડિકલ સ્થિત‌િને બાય પેરંટલ ટ‍ર્વિસ કહેવામાં આવે છે. અાવું થવું દુર્લભ ગણાય છે. હકીકતમાં મહિલાના ગર્ભાશયમાં શુક્રાણુ ચાર કે પાંચ દિવસ જ જીવિત રહે છે. જ્યારે મહિલાઓના અંડાણુ ૧૨ થી ૪૮ કલાક જ જીવિત રહે છે. આ દરમિયાન શુક્રાણુ રહી જાય તો મહિલા બે પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવ્યા બાદ પણ જોડિયા બાળકને જન્મ આપી શકે છે.

You might also like