પુરુષો કરતાં મહિલાઓને માથાનો દુખાવો બમણો થાય

યુરોપમાં થયેલા એક સર્વેમાં નોંધાયું છે કે સ્ત્રીઓને ક્રોનિક પેઈન લાંબો સમય અને વધુ તીવ્રતાપૂર્વક અનુભવાતું હોય છે. પુરુષોની સરખામણી કરવામાં અાવે તો સ્ત્રીઓની પીડાની તીવ્રતા અને ફ્રીક્વન્સી બન્નેલગભગ બમણી હોય છે. ખાસ કરીને માથાના દુખાવાની બાબતમાં અા વાત લાગુ પડે છે. માઈગ્રેનનો દુખાવો જ્યારે શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ ઘટી જાય ત્યારે વકરે છે. સ્ત્રીઓમાં અમુક ચોક્કસ પિરિયડ દરમિયાન અા હોર્મોનમાં અસંતુલન અાવે છે. અલગ અલગ દેશોમાં સ્ત્રી-પુરુષોના માથાના દુખાવાની તીવ્રતાનો અભ્યાસ કરીને રિસર્ચરોએ તારવ્યું છે કે ઓવરઓલ મહિલાઓ માઈગ્રેનથી વધુ પીડાય છે અને પીડાની તીવ્રતા પુરુષો કરતાં લગભગ બમણી કે એથી વધુ હોય છે.

You might also like