લોન્ચિંગ પહેલાં લીક થયો Apache 200 RTR નો ફોટો

નવી દિલ્હી: સ્વદેશી કંપની TVS ની જાણિતી બાઇક Apache ની નવી એડિશન 200 20 જાન્યુઆરીના લોન્ચ થશે. તાજેતરમાં જ ઇન્ડોનેશિયામાં ટેસ્ટિંગ દરમિયાન આ બાઇકનો ફોટો લીક થયો છે. રસપ્રદ વાત એ છે કે બાઇકને કવર વિના ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે જેથી તે સ્પષ્ટ દેખાઇ રહી છે.

પહેલીવાર આ બાઇકનો આખો ફોટો સામે આવ્યો છે, ગત વખતે જે ફોટો લિક થયો હતો તેમાં કવર લગાવીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ ફોટો જોઇએ લાગી રહ્યું છે કે આ TVS Darken કોન્સેપ્ટ ઇંસ્પાયર છે જેને 2014 ઓટો એક્સપોમાં બતાવવામાં આવી હતી.

કાર બ્લોગ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા Apache 200 ના સ્પાઇ શોટમાં તેની હેટલાઇટ કલસ્ટર જુની Apache જેવી લગાવી રહી છે પરંતુ તેના બેકમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. સ્પાઇ શોટથી એ પણ ખબર પડે છે કે તેમાં ફૂલી ડિજિટલ ઇસ્ટ્રુમેંટ કલસ્ટર લાગેલ હશે. આ ઉપરાંત તેના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક લગાવેલી હશે અને સાથે જ તેમાં ABS સિસ્ટમ હોવાની પણ આશા છે.

સમાચારો અનુસાર Apache 200 માં Apache 200cc નું સિંગલ સિલિન્ડર એરકૂલ્ડ એન્જીલ લાગેલું હશે જે 25bhp આપશે અને 22Nm નો ટોર્ક જનરેટ કરશે. તેની કુલિંગ સિસ્ટમ BMW એ બનાવી છે. આ કેટલા વેરિએન્ટમાં લોન્ચ થશે તેની કોઇ જાણકારી નથી.

લોન્ચ થયા બાદ બજારમાં તેને TM ડ્યૂક 200, બજાજ પલ્સર અને બેનેલી TNT25 ને ટક્કર આપવી પડશે. KTM આ સેંગમેંટની સૌથી જાણિતી બાઇક ગણવામાં આએ છે જેથી Apache ને ડ્યૂક સૌથી વધુ ટક્કર આપશે.

You might also like