ટીવી પર કોઈ ફિલ્મ ચાલતી હોય અને તમે દુખી થઈને રડી પડો તેવું ઘણીવાર બનતું હોય છે. અાવા લોકો પર ક્યારેક હસવામાં અાવે છે પરંતુ ઓક્સવર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે કે ટીવી જોતા જોતા રડવું અાવે અને રડી નાખો તો સરવાડે અાપણી પીડા સહન કરવાની ક્ષમતામાં વધારો થાય છે. કોમેડી ફિલ્મ કે સિરિયલ જોતી વખતે ખડખડાત હસી પડો અને એમાંય હસતાં હસતાં અાંખમાંથી પાણી નીકળે તો તમારી અંદર એન્ડોર્ફિન જેવા ફિલગુડ કેમિકલ ઝરે છે જે તમને સ્ટ્રેસફ્રી બનાવે છે અને પીડા સહન કરવાની ક્ષમતા વધે છે.