“દિયા ઓર બાતી”ની હવે અલવિદા

મુંબઇઃ સ્ટાર પ્લસની પોપ્યુલર સિરિયલ “દિયા ઓર બાતી હમ” જલ્દી ફેન્સ વચ્ચેથી અલવિદા લઇ રહી છે. આ શો આ મહિનાની 11 તારીખે પૂર્ણ થઇ રહ્યો છે. શોના લીડ એક્ટર અનસ રશીદે જણાવ્યું છે કે આ શોમાંથી અમને ઘણુ બધુ શીખવા મળ્યું છે. આ એક પડકાર રૂપ સફર પણ હતી. જો કે આ શો પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે અમે દુઃખી પણ છે.

હાલમાં જ “દિયા ઓર બાતી” સિરિયલે 1400 એપિસોડ પૂરા કર્યા છે. ત્યારે આ પ્રસંગે સ્ટારકાસ્ટે કેકકટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું.  આ સિરિયલે સમાજને એક ઉમદા સંદેશો આપ્યો હતો.  ઓફિસર સંધ્યા રાઠિ ઘરઘરમાં લોકોની ફેવરેટ બહુ બની ગઇ છે. ત્યારે શોની આ રીતની અચાનક વિદાય શોના ચાહકો માટે પણ વસમી બની રહેશે.

You might also like