‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં આ અભિનેત્રી થઇ રહી છે હીના ખાનને રિપ્લેસ

નવી દિલ્હી: ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં અક્ષરાનો રોલ પ્લે કરી રહેલી હીના ખાન જસ્દીથી આ શો છોડી રહી છે એ તો તમને ખબર જ હશે. પરંતુ હીના ખાનની જગ્યાએ એના રોલને કઇ અભિનેત્રી આગળ વધારી રહી છે એ તાજા સમાચાર છે. મળતી માહિતી મુજબ ડિસેમ્બર મહિનાથી આ શો માં પારૂલ ચૌહાણ અક્ષરાના પાત્રમાં જોવા મળશે.

પારૂલ ટીવી શો ‘વિદાઇ’માં રાગિણીના પાત્રમાં જોવા મળી હતી. આ શો પણ ઘણો પ્રચલિત થયો હતો. હવે અક્ષરાના રોલમાં પારૂલને જોવા માટે તૈયાર થઇ જાવ. જો કે હીનાના ચાહકો માટે ખૂબ નિરાશાજનક સમાચાર છે પરંતુ શું થાય હીના પોતે જ એના રોલથી સંતુષ્ટ નથી તો શું થઇ શકે.

ragini

હકીકતમાં હીનાને લાગે છે કે હવે તેના રોલને શો માં વધારે મહત્વ આપવામાં આવી રહ્યું નથી. નાયરા અને કાર્તિક પર જ આ શો વધારે ફોકસ થઇ ગયો છે. એની સાથે એવી પણ માહિતી મળી રહી છે કે હીના ‘બિગ બોસ’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્ર પણ મારી શકે છે. હકીકતમાં તો હીનાના શો છોડવા પાછળ સાચું કારણ શું છે એ તો એ જ જાણે.

ragini-2

તમને જણાવી દઇએ કે હીના કરતાં પહેલા નૈતિકનો રોલ કરનાર કરણ મેહરા અને નક્શનો રોલ કરનાર રોહન મેહરા પહેલાથી શો છોડીને જઇ ચૂક્યા છે. આ બંને અભિનેતા હાલમાં ‘બિગ બોસ’ની શોભા વધારી રહ્યા છે.

You might also like