ટીવી જર્નાલિસ્ટ બરખા દત્ત પણ યૌનશોષણનો ભોગ બની હતી

નવી દિલ્હી: જાણીતા ટીવી પત્રકાર બરખા દત્ત પણ યૌન શોષણના શિકાર બન્યાં હતાં. બરખાએ બુધવારે લોન્ચ થયેલા પોતાના પુસ્તક ‘ધ અનકવાયટ લેન્ડ સ્ટોરીઝ ફ્રોમ ઇન્ડિયાઝ ફોલ્ટલાઇન’માં તેનો ઉલ્લેખ કર્યો છે.

બરખાએ લખ્યું છે કે હું જ્યારે દસ વર્ષની હતી ત્યારે પહેલી વખત મારું યૌન શોષણ થયું હતું. યૌન શોષણ કરનાર બીજું કોઇ જ નહીં, પરંતુ મારા જ દૂરના સગા હતા. તેઓ થોડા સમય માટે મારા ઘરે આવ્યા હતા. બીજાં પંજાબી ઘરની જેમ મારા ઘરના દરવાજા પણ સગાં સંબંધી અને મિત્રો માટે સતત ખુલ્લા રહેતા હતા. આજે મને તેમની સાથેના સંબંધોને યાદ નથી, પરંતુ એક બાળકની દૃષ્ટિએ તે દૂરના કાકા કે મામા હતા.

હવે માત્ર એટલું જ વિચારું છું કે એક એવા માણસ કેે જેની પીઠ પર બેસીને તમે ખુલ્લામાં રમી શકો, એ શું રાક્ષસ સાબિત થઇ શકે? બાળપણમાં અમને સમજાતું નહોતું કે અમારી સાથે શું થઇ રહ્યું છે? આજે પણ આપણે બાળકોને ગુડ અને બેડ ટચ અંગે વધુ સમજાવી શકતા નથી. દર્દ અને નફરતને એ વખતે હું ભૂલી ગઇ હતી, પરંતુ ગિલ્ટ અને ડરને દૂર કરીને એક દિવસ મેં તેની હરકત અંગે મારી માતાને જણાવી દીધું હતું અને તેમણે તે સંબંધીને તાત્કાલિક ઘરમાંથી કાઢી મૂકયા હતા.

બરખાએ પોતાનાં પુસ્તકમાં લખ્યું છે કે ર૦૦૭માં સરકારે યૌન શોષણનો ભોગ બનેલાં બાળકોના આંકડા જારી કર્યા હતા તેના પરથી ખબર પડી છે કે પ૩ ટકા બાળકો કોઇને કોઇ પ્રકારના યૌન શોષણનો ભોગ બને છે.

You might also like