‘નચ બલિયે-8’માં ડાન્સ કરશે ટીવીની આ જોડી

મુંબઇઃ સુપર ડ્રામેટિક સીઝન-7 બાદ ડાન્સ રિયાલિટી શો ‘નચ બવિયે સીઝન-8’ બિલકુલ નવા અવતારમાં જોવા મળશે. આ સિઝનમાં ટીવીની નવપરણિત જોડીઓ મળશે. આ સાથે જ આ સીઝનમાં જજ તરીકે એક સરપ્રાઇઝિંગ એલીમેન્ટ જોવા મળશે.  હાલ આ કપલ્સ આ શોમાં ડાન્સ કરતા જોવા મળી શકે છે..

કરણ પટેલ અને અંકિતા ભાર્ગવઃ  ટીવી શો યે હે મોહબ્બતેમાં રમણ ભલ્લાનો રોલ કરી રહેલ કરણ પટેલ અને રિયલ લાઇફ વાઇફ ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ આ શોમાં ભાગ લઇ શકે છે.

દ્રષ્ટિ ધામી અને નીરજ ખેમકાઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી અને પતિ નીરજ ખેમકા પણ આ શોનો ભાગ બની શકે છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દાહિયાઃ વર્ષ 2016માં લગ્નના બંધને બંધાઇ છે આ જોડી. તે પણ આ શોમાં ભાગ લે તેવી શક્યતા છે.

સનાયા ઇરાની અને મોહિત સહેગલઃ સનાયા ઇરાની અને મોહિત સહેગલ એક બીજાને ‘મિલે જબ હમ તુમ’ના સેટ પર મળ્યા હતા. જેમણે 25 જાન્યુઆરી 2016ના રોજ લગ્ન કર્યા હતા. સનાયા માટે ડાન્સ કરવો તે મોટી વાત નથી. તે ડાન્સ શો ઝલક દિખલાજામાં પણ ભાગ લઇ ચૂકી છે.

કિશ્વર મર્ચેટ અને સુયશ રાજઃ હાલમાં જ લગ્નના બંધને બંધાયેલા આ બંને આ સીઝનના સૌથી હોટ કપલ બની શકે છે. પ્રેમ દર્શાવવાની બાબતમાં ક્યારે પણ આ જોડી પાછી પડતી નથી.

બોલિવુડ એક્ટ્રેસ કાજોલ આ શોનું સરપ્રાઇઝ એલિમેન્ટ છે. તે આ શોમાં જજ તરીકે જોવા મળશે.

http://sambhaavnews.com/

You might also like