બાલિકાવધૂનાં સોળે શણગાર સજીને કરાઇ અંતિમ વિદાય

મુંબઇ : બાલિકાવધૂથી આનંદી તરીકે જાણીતી બનેલી પ્રત્યુષા બેનર્જીએ આત્મહ્યા કરી લીધી હતી. કોકિલાબેન હોસ્પિટલમાં ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરાઇ હતી. પ્રત્યુષા લગ્ન માટે પહેલાથી જ લગ્ન મુદ્દે ખુબ જ આનંદીત અને ઉત્સાહીત હતી. જેનાં કારણે તેનાં પરિવારે તથા મિત્રોએ તેને દુલ્હનનાં વેશમાં જ અંતિમ સંસ્કાર આપવાનો નિર્ણય કર્યો હતો. પ્રત્યુષાનાં એશિવારામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસ હાલ તેનાં બોયફ્રેન્ડ રાહુલની પુછપરછ કરી રહી છે. જો કે રાહુલે મીડિયામાં જણાવ્યું હતું કે તે નિર્દોષ છે. જો કે પ્રત્યુષાનાં ગળામાં ઇજાનું નિશાન જોવા મળ્યું હતું. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું મોત લટકી જવાનાં કારણે શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. પોસ્ટમોર્ટમમી પ્રક્રિયા આશરે ત્રણ કલાક ચાલી હતી. બે ડોક્ટર્સની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.
વિસેરા પણ ફોરેન્સીક લેબમાં મોકલી અપાયું છે. એચપી સેમ્પલ જેજે હોસ્પિટલ ખાતે મોકલાયા છે. પ્રત્યુષાની પીઠ પર રાહુલનાં નામનું ટેટું હતું. પ્રત્યુષાનાં પરિવાર દ્વારા કોઇ સામે ફરિયાદ કરાઇ નથી. માત્ર કેટલાક વ્યક્તિઓનાં સ્ટેટમેન્ટ લેવાયા છે. રાહુલની પ્રાથમિક પુછપરછ બાદ તેને કસ્ટડીમાં લીધો છે. પ્રત્યુષાનાં ફ્લેટમાંથી બે મોબાઇલ મળી આવ્યા છે. બંન્નેને ફોરેન્સીક તપાસ માટે મોકલી અપાયા છે. પ્રત્યુષાએ છેલ્લો ફોન કોને કર્યો હતો. તેની મેસેજ કે વોટ્સએપ દ્વારા શું ચેટ થઇ વગેરે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

You might also like