રાહુલની એક્સ ગર્લ્ડફ્રેન્ડ પ્રત્યુષા સાથે દુર્વ્યવહાર કરતી હતી

મુંબઈ: ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનરજીના અાત્મહત્યા કેસમાં રોજ નવા ખુલાસાઅો થઈ રહ્યા છે. પ્રત્યુષાની મિત્ર કામિયા પંજાબી અને વિકાસ ગુપ્તાઅે દાવો કર્યો છે કે રાહુલે પ્રત્યુષા સાથે દગો કર્યો છે. તે બંને એક મેળ વગરના સંબંધમાં હતાં. વિકાસે દાવો કર્યો છે કે રાહુલની પૂર્વ પ્રેમિકા સલોની શર્મા પણ તેની ગેરહાજરીમાં પ્રત્યુષા સાથે ખરાબ વર્તન કરતી હતી.

કામિયાઅે કહ્યું કે ત્રણ-ચાર દિવસ પહેલાં પ્રત્યુષાઅે મને ફોન કર્યો અને કહ્યું કે રાહુલે મારી સાથે દગો કર્યો છે. તેણે મને એમ પણ કહ્યું હતું કે તે હવે અા સંબંધમાં રહેવા ઇચ્છતી નથી અને તેને ખતમ કરવા ઇચ્છે છે. પ્રત્યુષાઅે કામિયા પાસે મદદ પણ માગી હતી. કામિયાએ વધુમાં જણાવ્યું છે કે જ્યારે તેણે મને ફોન કર્યો ત્યારે હું દિલ્હીમાં હતી. મેં તેને કહ્યું કે જો તે ઇચ્છે તો મારા ઘરે રહી શકે છે અને અાપણે ૪ અેપ્રિલે મળીશું.

પ્રોડ્યૂસર વિકાસ ગુપ્તાઅે જણાવ્યું કે પ્રત્યુષા સંબંધોને ખતમ કરવા ઇચ્છતી હતી. રાહુલ અને પ્રત્યુષાની મિત્ર લીનાઅે જણાવ્યું કે પ્રત્યુષાઅે તેને ફોન કરીને કહ્યું હતું કે સલોની તેની સાથે દુર્વ્યવહાર કરી રહી છે.  અાત્મહત્યા કેસમાં પ્રત્યુષાનાં વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે જણાવ્યું કે પ્રત્યુષા રાહુલ વિરુદ્ધ કેસ કરવા ઇચ્છતી હતી. તેણે વકીલને ફોન પણ કર્યો હતો. ઘટનાવાળા દિવસે તે વકીલને મળવાની હતી. પ્રત્યુષા કાયદાકીય સલાહ લેવા ઇચ્છતી હતી, કેમ કે તેના પર ઘણા પ્રકારના અત્યાચાર થતા હતા. કામિયા અને વિકાસે પણ જણાવ્યું છે કે રાહુલ જાહેર સ્થળ અને પાર્ટીઅોમાં પણ પ્રત્યુષા પર હાથ ઉઠાવતો હતો.

રાહુલનાં માતા-પિતાનું કહેવું છે કે પ્રત્યુષા ફાઈનાન્શિયલ સમસ્યાઅોથી પીડાઈ રહી હતી અને તેથી તે ડિપ્રેશનમાં હતી. બીજી તરફ વિકાસનું કહેવું છે કે પ્રત્યુષા માત્ર પર્સનલ લાઈફને લઈને ચિંતિત હતી. તે ‌િમડલ ક્લાસ ફે‌િમલીમાંથી અાવતી હતી અને લગ્ન કરીને ઘર વસાવવા ઇચ્છતી હતી. જ્યારે રાહુલનું કહેવું છે કે તેમના સંબંધોમાં કોઈ પ્રકારની સમસ્યા ન હતી. જો ખરેખર એમ હોત તો પ્રત્યુષા અાજે જીવતી હોત.

હંમેશાં વિવાદોમાં રહી પ્રત્યુષા
પ્રત્યુષા હંમેશાં વિવાદોમાં રહી હતી. તે એક વિવાદમાંથી નીકળતી અને બીજા વિવાદમાં ફસાતી. એવું કહેવાય છે કે કરિયરની પીક પર પ્રત્યુષાને અે‌િટટ્યૂડ પ્રોબ્લેમ થયા. બાલિકા વધૂના સેટ પર તે રોજ લોકો સાથે ઝઘડી પડતી. અા જ કારણે કદાચ પ્રોડક્શન ટીમે તેનાથી પરેશાન થઈને તેને બહારનો રસ્તો બતાવ્યો. શોમાંથી નીકળ્યા બાદ પ્રત્યુષા પોતાની કરિયરને લઈને પરેશાન થઈ હતી. ત્યાર બાદ તે રિયાલિટી શો ઝલક દિખલાજા અને બિગ બોસમાં જોવા મળી.

ત્યાર બાદ તે સોની ચેનલના ‘હમ હૈ ના’ શોમાં લીડ રોલમાં જોવા મળી, પરંતુ તેને સફળતા ન મળી. સાથેસાથે તેને પર્સનલ લાઈફમાં પણ પ્રોબ્લેમ હતા. તેણે તેના પહેલા બોયફ્રેન્ડ મકરંદ મલ્હોત્રા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. મકરંદની ઘટના બાદ તે બિપાશા બાસુ દ્વારા હોસ્ટ કરાયેલા શોને લઈને પણ ચર્ચામાં અાવી હતી. અા શોમાં તેણે પ્રોડક્શન હાઉસે અાપેલો ડ્રેસ પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેણે તેની બર્થડે પાર્ટીનું જે હોટલમાં અાયોજન કર્યું હતું તેનું બિલ પણ પે કર્યું ન હતું અને પ્રત્યુષા સામે છેતરપિંડીનો કેસ થયો હતો.

You might also like