તુવેર દાળની નવી જાત વિકસાવાઈઃ ભાવ ઘટશે?

મુંબઇ: કેટલાય મહિનાથી તુવેરની દાળના ઊંચા ભાવના કારણે સામાન્ય વર્ગથી લઇને સરકાર પણ પરેશાન છે ત્યારે ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટએ તુવેરની એક નવી જાત વિકસાવી છે, જે માત્ર ચાર મહિનામાં તૈયાર થઇ જશે તથા ૨૦ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરનો ઉતારો આપશે. હાલની જાતમાં તૈયાર થવામાં ૧૬૦થી ૧૮૦ દિવસનો સમય લાગે છે.
દેશમાં બિહાર અને પૂર્વીય ઉત્તરપ્રદેશમાં તુવેરનું જૂન જુલાઇમાં વાવણી થાય છે તથા માર્ચ એપ્રિલમાં તેની કાપણી થાય છે. આમ, છથી નવ મહિનાનો સમય લાગે છે, જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવાં રાજ્યોમાં ૧૬૦થી ૧૮૦ દિવસમાં પાક તૈયાર થાય છે. આઇએઆરઆઇના કૃષિ વિજ્ઞાનીઓએ જે તુવેરની દાળની જાત વિકસાવી છે તે ૧૨૦ દિવસમાં ૨૦ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરનો પાક આપે છે. તેઓના કહેવા પ્રમાણે વર્ષ ૨૦૧૮ સુધીમાં આનું બિયારણ બજારમાં આવી શકે છે.

You might also like