તામિલનાડુના તૂતિકોરિનમાં હોડી ડૂબી જતાં નવનાં મોત

તૂતિકોરિનઃ તામિલનાડુના તૂતિકોરિનમાં એક હોડી ડૂબી જતાં નવ સહેલાણીનાં મોત થયાં છે જ્યારે ૧૭નો બચાવ થયો છે. આ હોડી બંગાળની ખાડી નજીક મનાપ્પડુથી થોડે દુર પલટી ગઈ હતી. જેના કારણે આ ઘટના સર્જાઈ હતી. બચાવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

આ અંગે તૂતિકોરિનના જિલ્લા અધિકારી એમ. રવિકુમારે જણાવ્યું કે હોડીમાં કેટલા લોકો સવાર હતા તે જાણવા મળ્યું નથી. પંરતુ આ ઘટનામાં નવ લોકો ડૂબી ગયા છે જયારે અન્ય ૧૭ને બચાવી લેવાયા છે. હોડી કેમ પલટી ગઈ હતી તે અંગેનું કારણ હાલ જાણવા મળ્યું નથી. તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. જે લોકોને બચાવવામાં આવ્યા છે તે તમામને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે. ત્યારે એવી આશંકા સેવાઈ રહી છે કે આ હોડીમાં ક્ષમતા કરતાં વધુ સહેલાણી બેસાડવામાં આવ્યા હશે.તેના કારણે આ ઘટના બની હશે.

જોકે હોડી ડૂબી જવા અંગેનું ચોકકસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ આ ઘટનાનું ચોકકસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી આ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે જિલ્લા અધિકારી વિસ્તૃત તપાસ ચલાવી રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like