હવે તમારા શૂઝ તમને બતાવશે રસ્તો, જીપીએસ ચીપ ધરાવતા જૂતાં વિશે જાણો

બહુ જલદી જ તમે એવા જૂતા પહેરી શકશો જે તમને રસ્તો બતાવશે. એક સંશોધકે એવા શૂઝ તૈયાર કર્યા છે જે અંધજનો સાથે સાથે કોઈ પણ વ્યક્તિને રસ્તો બતાવી શકે છે. એનાથી લોકો ગમે ત્યા આવજા કરી શકશે. આ શૂઝને લેચલ નામ આપવામાં આવ્યું છે.

મિશિગન યુનિવર્સિટીના સ્નાતક અને હૈદરાબાદમાં રહેતા ક્રિસ્પેન લોરેન્સે હેપ્ટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અંધજનો માટે હેરફેર કરવું આસાન બનાવી દીધું છે. હેપ્ટિક ટેક્નોલોજીથી બળ, કંપન અથવા ગતિનો ઉપયોગ કરીને ઉપયોગ કરનાર સ્પર્શનો અનુભવ કરી શકે છે.

તેમણે અનુભવ્યું કે ફોન વાપરનારા લોકો જીપીએસ ઉપયોગકર્તાને તેઓની મંજિલ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તે ઉપરાંત ઘણા લોકો ભટકી જાય છે. લોરેન્સે કહ્યું કે અમે 2011માં શરૂઆત કરી હતી. ત્યારે લેચલ માત્ર એક વિચાર હતો, જેને અમે સાકાર કરવા ચાહતા હતા. પણ આજે એ સપનું સાકાર થયું છે.

બહુ જલદી જ તમે એવા જૂતા પહેરી શકશો જે તમને રસ્તો બતાવશે. એક સંશોધકે એવા શૂઝ તૈયાર કર્યા છે જે અંધજનો સાથે સાથે કોઈ પણ વ્યક્તિને રસ્તો બતાવી શકે છે. એનાથી લોકો ગમે ત્યા આવજા કરી શકશે. આ શૂઝને લેચલ નામ આપવામાં આવ્યું છે.

લોરેન્સની કંપની ડ્યૂસેર ટેક્નોલોજીસે હાલમાં જ લેચલને લોન્ચ કર્યા છે. તેમણે તેને એક સ્ટાર્ટઅપની જેમ શરૂ કરી હતી. આ કંપનીમાં આશરે 100 લોકો કાર્યરત છે, જેમાં 75 ટકા વિશિષ્ટ લાયકાત ધરાવે છે.

You might also like