તુર્કીમાં સત્તાપલટનો નિષ્ફળ પ્રયાસ, 42ના મોત, 120ની ઘરપકડ

અંકારાઃ તુર્કી પોલીસે સેના તરફથી સરકારની સત્તાપલટની કોશિષને નિષ્ફળ બનાવી છે. અહીંના પ્રધાનમંત્રી બિનાલી યિલદીરિમનું કહેવું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટનામાં 42 લોકો માર્યા ગયા છે. જ્યારે 120 લોકોની ઘરપકડ થઇ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તઇપ ઇર્દોગન સુરક્ષિત ઇસ્તાબુંલ પહોંચી ગયા છે. અહીં પહોંચીને તેમણે કોઇની પણ તાકત દેશની મર્જી સામે નથી ટકતી તેવું જણાવ્યું છે.

તુર્કી પોલીસ બળવાખોરી પર ઉતરેલી સેનાને ટક્કર આપી રહી છે. સાથે જ એક લશ્કરી હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે. તુર્કી સંસદમાં વિસ્ફોટ દરમ્યાન 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તૂર્કીની એમઆઇટી ગુપ્ત એજન્સીએ દાવો કર્યો છે કે હાલત હવે સામાન્ય થઇ ગયા છે. આ સાથે જ પીએમએ અંકારાને નો-ફ્લાઇગ ઝોન જાહેર કરી દીધો છે.

બિનાલી યિલદીરિમે કહ્યું છે કે આ અમેરિકાના મુસ્લિમ મોલ્વી ફતેઉલ્લાહ ગુલેનની આગેવાનીથી થયું છે. જોકે ગુલેનના સંગઠને હુમલામાં પોતાનો હાથ ન હોવાનું જણાવ્યું છે.સેનાએ પોલીસ સ્ટેશન ફોર્સના હેડક્વાટર પર હુમલો કર્યો હતો. જેમાં 14 પોલીસ અધિકારીઓ માર્યા ગાયા છે. તુર્કીના સંસદમાં વિસ્ફટના સમાચાર પણ સામે આવ્યા છે. તુર્કી સેનાએ બધા જ બ્રોડકાસ્ટર્સને ઇમેલ કરીને દેશને કબજ્જે કરવાનો દાવો કર્યો છે.

સેનાએ લોકો પર ગોળીબાર કર્યો છે. ત્યારે વધારે જાનહાની ન થાય તે માટે તુર્કીમાં કરર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું છે કે અંકારામાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને પરિસ્થિતી ઠારે પડે ત્યાં સુધી ઘરની બહાર ન નિકળવાની સલાહ આપી છે.  સાથે જ ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર બેન લગાવવામાં આવ્યો છે. સાથે જ અનેક ચેનલોને પણ ઓફએર કરી દેવામાં આવી છે.

 

 

You might also like