ઈસ્તંબુલ: ઈરાનની સરહદ નજીક તુર્કીના પૂર્વીય વાન પ્રાંતમાં એક પોલીસ સ્ટેશન નજીક પ્રચંડ કાર બોમ્બ વિસ્ફોટ થતાં ત્રણ નાગરિકોનાં મોત થયાં હતાં અને ઓછામાં ઓછા ૪૦ લોકો ઘવાયા હતા. ઘવાયેલા ૪૦ લોકોમાં બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
સ્ટેટ બ્રોડકાસ્ટર ટીઆરટીએ સ્થાનિક ગવર્નરે ટાકીને જણાવ્યું હતું કે પ્રચંડ કાર બોમ્બ વિસ્ફોટને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સ સ્થળ પર તાત્કાલિક ઘસી જતી જોવા મળી હતી. આ કાર બોમ્બ વિસ્ફોટ દ્વારા પોલીસ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું. સેન્ટ્રલ આઈપેક્યોલુ જિલ્લામાં આવેલ આઈકેઆઈ નિશાન પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની આ સાજિશ હતી. આ પોલીસ સ્ટેશન પોલીસ બેરેક તરીકે પણ કામ કરે છે.
આ પ્રચંડ કાર બોમ્બ વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ સામાન્યતઃ પ્રતિબંધિત કુર્દિસ્તાન વર્કસ પાર્ટી (પીકેકે) અવારનવાર કાર બોમ્બથી પોલીસ સ્ટેશન અને અન્ય સુરક્ષા દળોની ચોકીને નિશાન બનાવે છે.
પીકેકેએ જુલાઈ ૨૦૧૫માં તુર્કી સરકાર સાથે અઢી વર્ષના એક પક્ષીય યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે અને પોતાની સશસ્ત્ર પ્રવૃત્તિઓ ચાલુ કરી છે જેના પગલે નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે. પીકેકેના હુમલાઓમાં અત્યાર સુધીમાં સેંકડો પોલીસ અને લશ્કરી અધિકારીઓ તેમજ નાગરિકોના મોત થયાં છે.
બીજી બાજુ તુર્કી લશ્કર જ્યાં પીકેકેના વરિષ્ઠ કાર્યકરોનું વડુ મથક આવેલું છે તે ઉત્તરીય ઈરાકના પર્વતાળ પ્રદેશો તેમજ તુર્કીમાં તેમની વિરુદ્ધ અભિયાન હાથ ધરી રહી છે. ઉત્તરીય ઈરાક તેમજ દક્ષિણ પૂર્વ અને પૂર્વીય તુર્કીમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં હજારો ત્રાસવાદીઓ માર્યા ગયા છે.
અમેરિકા, યુરોપિયન સંઘ અને તુર્કી દ્વારા પીકેકેને ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. આ સંગઠનની ૧૯૭૮માં રચના થઈ હતી. આ સંગઠન ૨૦૦૦ના પ્રારંભ સુધી સ્વતંત્ર કુર્દીસ્તાનની માગણીના સમર્થનમાં તુર્કી સરકાર સામે લડી રહ્યું હતું. ત્યાર બાદ આ સંગઠને તુર્કીના કુર્દિશ વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં સ્વાયત્તતા માટેની ઝુંબેશ શરૂ કરી છે.
આ કાર બોમ્બ વિસ્ફોટ અંગે માહિતી આપતા તુર્કીના વડા પ્રધાન બીનાલી યીલદીરીમે લાઈવ ટેલિવિઝન પર જણાવ્યું હતું કે વાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…
(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દિક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…