પશ્વિમ બંગાળ: તૃણમૂલ કોંગ્રેસના બે જૂથ વચ્ચે ખૂની સંઘર્ષ, ફાયરિંગમાં એકનું મોત

નાનૂર: પશ્વિમ બંગાળના નાનૂર જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના બે જૂથો વચ્ચે હિંસક મારઝૂડ થઇ છે. બંને જૂથ વચ્ચે મોડેસુધી ગોળીબારી થઇ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના સમાચાર છે.

આ અથડામણ શુક્રવારે સવારે નાનૂરના એક ગ્રામીણ વિસ્તારમાં થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટીએમસીના એક ધારસભ્ય અને સ્થાનિક નેતા વચ્ચે ઘણા દિવસોથી રાજકીય દુશ્મનાવટ ચાલી રહી હતી. જે અથડામણના રૂપમાં સામે આવી.

ધારાસભ્ય ગદાધર હાજરા અને સ્થાનિક નેતા શેખ કાજોલના સમર્થકો આમને સામને આવી ગયા. બંને તરફથી ગોળીબાર થરૂ થઇ ગઇ. સમગ્ર વિસ્તારમાં ગોળીઓનો અવાજ ગુંજવા લાગ્યો. આ દરમિયાન બંને તરફથી હાથગોળા ફેંકવામાં આવ્યા હોવાના પણ સમાચાર આવી રહ્યાં છે.

હિંસક અથડામણના સમાચાર મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળ તરફ દોડી ગઇ. કેસ સત્તાધારી દળ સાથે સંકળાયેલો હોવાના લીધે પોલીસ પણ લાચાર જોવા મળી રહી છે. આ હિંસક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ઘણા લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે.

You might also like