Categories: Dharm

કારતક સુદ અગિયારશ તુલસી વિવાહનો પ્રારંભ

પવિત્ર છોડમાં જેની ગણના થાય છે તે તુલસીનો છોડ આયુર્વેદમાં પણ તુલસી વિશે ઘણું લખાયું છે. આયુર્વેદ તો બધી વનસ્પતિને પ્રણામ કરે છે. પરંતુ તુલસીનો છોડના છોડને વિશેષ પ્રણામ કરે છે. તુલસી લક્ષ્મીનું સ્વરૂપ છે. કદાચ એટલે જ પ્રત્યેક વિષ્ણુ ભક્તના ઘરમાં તુલસીનો છોડ હોય છે જ.
કારતક સુદ અગિયારશ, બારશથી તુલસી વિવાહનો પ્રારંભ થાય છે. તે કારતક સુદ પૂનમે પૂર્ણ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ સાથે તુલસીના વિવાહ કરવામાં આવે છે. આ તુલસીનો છોડ તેના પૂર્વ જન્મમાં કાલનેમિની પુત્રી વૃંદા હતી. વૃંદાનાં લગ્ન રાક્ષસ જલંધર સાથે થયાં હતાં. એક વખત ઇન્દ્રે શંકરનું અપમાન કર્યું. શિવને ગુસ્સો ચડ્યો. તેમની ભ્રમર વક્ર બની. તેમાંથી પ્રસ્વેદ પડ્યો. તે પ્રસ્વેદનું ટીપું સમુદ્રમાં પડ્યું. પરિણામે જલંધર જન્મ્યો. તે જળમાં જન્મ્યો તેથી જલંધર કહેવાયો. તે સમુદ્રમાં રાજ કરતો.
સમુદ્ર મંથનમાંથી નીકળેલાં ૧૪ રત્ન જલંધરે ઇન્દ્ર પાસેથી માગ્યા. ઇન્દ્રે તે ન આપતાં જલંધર બ્રહ્માની તપસ્યા કરવા ગયો. બ્રહ્મા તેના તપથી પ્રસન્ન થયા. તેને જ્યાં સુધી તેની પત્ની વૃંદા શીલવતી રહેશે ત્યાં સુધી તે જલંધર અમર રહેશે. તેવું વરદાન આપ્યું. તે વખતે વૃંદાનું સત બહુ વખણાતું હતું.
હવે વરદાનથી મદોન્મત્ત થયેલા જલંધરે ઇન્દ્રલોક ઉપર ચઢાઇ કરી. દેવો ભયભીત થયા. ઇન્દ્ર દેવોએ શિવ, વિષ્ણુની મદદ લીધી. ચતુર વિષ્ણુએ જલંધરનું રહસ્ય જાણવાનું કામ લક્ષ્મીજીને સોંપ્યું. જલંધર લક્ષ્મીજીનાં રૂપથી મોહિત થયો. તેણે પોતાનાં મૃત્યુનું રહસ્ય લક્ષ્મીજીને કહી દીધું. ખુશ થયેલા દેવોએ શિવને વૃંદા ચલિત કરવા મોકલ્યા. વૃંદા શિવથી ચલિત થઇ નહીં.
શિવ પાછા આવ્યા તેથી વિષ્ણુ વૃંદાને મોહિત કરવા ગયા. વૃંદા મોહ પામી. તેનો સંયમ તૂટ્યો. તે ક્ષણે ઇન્દ્ર તથા અન્ય દેવોએ જલંધરનો વધ કર્યો.
વૃંદાને વિષ્ણુની ઓળખ તથા હેતુ જાણવા મળતાં જ તેણે વિષ્ણુને કાળો પથ્થર બનવાનો શ્રાપ સતીત્વના પ્રભાવથી આપ્યો. વિષ્ણુ તે જ વખતે કાળા પથ્થર બની ગયા. પથ્થર બનતાં પહેલાં વિષ્ણુએ પણ વૃંદાને શ્રાપ આપતાં તે તુલસીનો છોડ બની ગઇ. વિષ્ણુ કાળા પથ્થર રૂપે શાલિગ્રામમાં ફેરવાયા. તે વખતે વૃંદાની પવિત્રતાથી આકર્ષાયેલા વિષ્ણુએ દર વર્ષે તેની સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી. તે વખતથી દર કાર્તિકી એકાદશીથી કાર્તિકી પૂનમ સુધી તુલસી શાલિગ્રામનાં લગ્ન થાય છે. બંનેને અમરત્વ પ્રાપ્ત થયું છે.
તુલસી વિવાહ પછી જ હિંદુઓની લગ્નની મોસમ શરૂ થાય છે. તે જ પ્રમાણે ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ જાગે છે તેથી દેવપ્રબોધિની એકાદશી કે દેવઊઠી એકાદશી કહેવાય છે. આ એકાદશી ખૂબ પવિત્ર હોઇ વ્રતાર્થીને મોક્ષ આપે છે.
કારતક સુદ એકાદશીએ તુલસી વિવાહ યોજાય છે. આ દિવસ ઉપવાસ કરવો. તુલસીનો છોડ પાસે લગ્નની બધી વિધિ કરાય છે. તુલસીને ચૂંદડી પહેરાવાય છે. મંગળસૂત્ર પહેરાવી ફળ, પંચામૃત ધરાવી મંગલાષ્ટક ગવાય છે. તે વખતે અંતરપટ ચડાવાય છે. સાવધાન બોલી અંતરપટ દૂર કરી બંનેને ચોખાથી વધાવાય છે. તે પછી આરતી કરાય છે. તુલસી વિવાહ કરનારને કન્યાદાનનું પુણ્ય મળે છે. તુલસી પવિત્ર તથા અત્યંત ગુણકારી છે. શરદી, કફમાં તેના પાનનો ઉકાળો પીવાથી ખૂબ જલદી રાહત થાય છે. આમાં તુલસીનાં પાન નાખવાથી તેનો સ્વાદ સરસ બને છે. શરદી, કફની જૂની તકલીફ મટે છે.•

divyesh

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

15 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

15 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

16 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

16 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

16 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

16 hours ago