ટ્યૂશન ક્લાસીસ ચલાવતા દંપતીના ઘરનું તાળું તોડી ધોળા દિવસે 3 લાખની ચોરી

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં આવેલ કુબેરનગરમાં રહેતા અને ટ્યૂશન ક્લાસીસ ચલાવતા દંપતીના ઘરમાં ધોળા દિવસે તસ્કરોએ 3 લાખ રૂપિયાની મતાની ચોરી કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. દંપતી ટ્યૂશન ક્લાસીસ પર વિદ્યાર્થીઓને ટ્યૂશન આપતાં હતાં તે સમયે તસ્કરો બંગલોઝમાં ઘૂસીને વોર્ડરોબમાંથી સોના-ચાંદીના દાગીના તથા નવી ચલણી ૪૫ હજારની રોકડ લઇને ફરાર થઇ ગયા હતા.

નરોડા વિસ્તારમાં આવેલ કુબેરનગરના ઓઝોન ગ્લીટર બંગલોઝમાં રહેતા રણ‌િજતસિંહ નારાયણસિંહ રાઠોડે સરદારનગર પોલીસ સ્ટેશનમાં તસ્કરો વિરુદ્ધમાં 3 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે રણ‌િજતસિંહ રાઠોડ તથા તેમનાં પત્ની કૈલાસબહેન રાઠોડ ટ્યૂશન ક્લાસીસમાં આખો દિવસ વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યારે તેમનો દીકરો હાર્દિક રાઠોડ પ્રાંતિજ એ‌િન્જ‌િનય‌િરંગ કોલેજમાં પ્રોફેસર છે. ગઇ કાલે બપોરે એક વાગ્યાની આસપાસ રણ‌િજતસિંહ અને કૈલાસબહેન ટ્યૂશન ક્લાસીસે ગયાં હતાં ત્યારે દોઢ વાગ્યાની આસપાસ હાર્દિક મકાનને તાળું મારીને પ્રાંતીજ જવા નીકળ્યો હતો.

સાંજે 7 વાગ્યાની આસપાસ કૈલાસબહેન ટ્યૂશન ક્લાસીસથી ઘરે આવ્યાં ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને તાળું તૂટેલું પડ્યું હતું. કૈલાસબહેને ઘરમાં જઇને જોયું તો વોર્ડરોબ તોડીને તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા 45 હજાર રોકડની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. સરદારનગર પોલીસને જાણ થતાં તેઓ એફએસએલની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં એફએસએલની ટીમે ઘરમાંથી ફિંગરરપ્રિન્ટ અને ફૂટ‌િપ્રન્ટ લીધા હતા. ધોળા દિવસે રણ‌િજતસિંહના ઘરમાં ચોરી કરનાર તસ્કરોને પકડવા માટે સરદારનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like