માતાનો પાંચ સંતાન સાથે કૂવામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ, 1 દીકરી અને 3 દીકરાના મોત

અમદાવાદ: ભાવનગર ‌જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ પાંચ પીપળા ગામે ગઇ કાલ સાંજે એક મહિલાએ પાંચ બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી હતી. ગામની સીમમાં આવેલ વાડીના કૂવામાં બાળકો સાથે મહિલાએ ઝંપલાવ્યું હોવાની જાણ ગ્રામજનોને થતાં તાત્કા‌લિક દોડી આવ્યા હતા.

પંચપીપલા ગામમાં એક માતાએ પાંચ બાળક સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. જેમાં એક દીકરી સહિત 4 બાળકના મોત નિપજ્યા છે. જ્યારે એક માતા અને મોટી દીકરીને ગ્રામજનોએ બચાવી લીધા છે…પ્રાથમિક તપાસમાં મહિલા અસ્થિર મગજની હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ કૂવામાં વધુ પાણી હોવાથી ફાયરની ટીમ અંદર ઊતરી શકી ન હતી. ગ્રામજનોએ મહામહેનતે મહિલા અને એક બાળકીને બચાવી લીધાં હતાં. એક બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને આજરોજના  અન્ય ત્રણ મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ તળાજા નજીક આવેલ પાંચ પીપળા ગામની સીમના એક કૂવામાં ગઇ કાલે સાંજે રાજપીપળા ગામે રહેતી ગીતાબહેન નામની મહિલાએ તેની બે પુત્રી અને ત્રણ પુત્રો સાથે ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવના પગલે ગ્રામજનોએ તાત્કા‌િલક તળાજા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ કૂવામાં વધુ પાણી હોવાથી અને તેમની પાસે સાધનો ન હોવાના કારણે કામગીરી થઇ શકી ન હતી. ગ્રામજનોએ ભેગા મળી મહામહેનતે દોરડા વડે સ્થાનિક તરવૈયાઓની મદદથી કૂવામાંથી ગીતાબહેન અને એક બાળકીને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

જ્યારે એક બાળકીનો મૃતદેહ કૂવામાંથી બહાર કઢાયો હતો. મોડી રાત સુધી કૂવામાં અન્ય ત્રણ બાળકોની શોધખોળ હાથ ધરાઇ હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ગીતાબહેનની માનસિક સ્થિતિ સારી ન હતી. ઉપરાંત તેમને સપનામાં ભૂત આવતાં હોવાના કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવી વાતો લોકમુખે ચર્ચાઇ રહી છે.

ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા ગીતાબહેનની પૂછપરછ કરી આત્મહત્યાના પ્રયાસ અંગેનું કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

You might also like